Not Set/ બર્થ-ડે બોય શાહરૂખ ખાને પોસ્ટ કર્યો મોડી રાતનો બર્થ-ડે સેલિબ્રેશન ફોટો…

મુંબઇ, બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરના રોજ પોતાનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહરૂખ ખાનને તેમના ચાહકોને પ્રોમિસ કર્યું હતું કે આ ખાસ દિવસ પર તેઓ તેમની આગામી ફિલ્મ ”ઝીરો”નું ટ્રેલર રિલીઝ કરશે. શાહરૂખ ખાન તેમના બર્થ-ડે સેલિબ્રેશનના મૂડમાં છે અને તેઓએ તેમની પત્ની ગૌરી ખાન સાથેની એક ખાસ તસ્વીર […]

Trending Entertainment

મુંબઇ,

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરના રોજ પોતાનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહરૂખ ખાનને તેમના ચાહકોને પ્રોમિસ કર્યું હતું કે આ ખાસ દિવસ પર તેઓ તેમની આગામી ફિલ્મ ”ઝીરો”નું ટ્રેલર રિલીઝ કરશે. શાહરૂખ ખાન તેમના બર્થ-ડે સેલિબ્રેશનના મૂડમાં છે અને તેઓએ તેમની પત્ની ગૌરી ખાન સાથેની એક ખાસ તસ્વીર શાહરૂખે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

જણાવીએ કે શાહરૂખ ખાને તેમના જન્મદિવસની શરૂઆત આ ફોટો શેર કરીને કરી છે. તેઓએ આ ફોટો પોસ્ટ કરતા લખ્યું કે “વાઈફને કેક ખવડાવ્યું… મન્નત પછી ફેન ફેમિલીને મળ્યો…હવે મારી લિટલ ગર્લ ગેંગ સાથે મોનો ડીલ રમી રહ્યો છું. ખુશીઓથી ભરેલા મારા જન્મદિવસને સેલિબ્રેટ કરી રહ્યો છું. તમારા બધાના પ્યાર મારે આભાર.”

https://www.instagram.com/p/BppvyfKBqQY/?utm_source=ig_embed

બર્થ-ડે સેલિબ્રશન દરમિયાન જ ફિલ્મ ‘ઝીરો’ ના ટ્રેલરની ગ્રાન્ડ લોન્ચની તૈયારી પણ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે કટરીના કેફ અને અનુષ્કા શર્મા પણ દેખાશે, જેમાં શાહરુખ એક ઠીંગુજીનું પાત્ર ભજવી રહ્યા છે.

Related image

તેમની પત્ની ગૌરીને કેક ખવડાવી રહેલ આ ફોટો સાથે કરણ લખ્યું, ‘હેપી બર્થ-ડે ભાઈ, હું તમને અને ગૌરીને 25 વર્ષથી ઓળખું છું અને તમે સાથેનો મારો સંબંધોહંમેશાં વિશેષ રહ્યો છે. મારા પરિવારનો ભાગ બનવા માટે અને તેથી સુંદર યાદો માટે આભાર. ભગવાન કરે કે ફિલ્મ ‘ ઝીરો’ સુપરહિટ થઇ જાય.

Image result for shahrukh khan birthday 2018

આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાને તેમના પરિવાર અને નિકટના મિત્રો સાથે ગત રાતે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પસંગે શાહરૂખ ખાનના છકો તેમના બાંગ્લો મન્નતની બહાર પહોંચી ગયા.  શાહરૂખે તેમના ચાહકોને તેમની ઝલક બતાવી અને હાથ હલાવીને બધાને ધન્યવાદ કહ્યું.