નવી દિલ્હી,
મોદી સરકાર અને ફ્રાંસ વચ્ચે ફાઈટર જેટ પ્લેન રાફેલને લઈ કરવામાં આવેલી ડીલને લઈ વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત એકબીજા પર આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા શુક્રવારે વધુ એકવાર હુમલો બોલવામાં આવ્યો છે.
#WATCH live from Delhi: Congress President Rahul Gandhi addresses the media https://t.co/a6hUv3ozkv
— ANI (@ANI) November 2, 2018
રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું કે, “જો રાફેલ ડીલની તપાસ શરુ કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બચી નહિ શકે”.
Rafale is an open and shut case. It is simply a PM Modi-Anil Ambani partnership: Congress President Rahul Gandhi #RafaleDeal pic.twitter.com/IFrWPnkJEx
— ANI (@ANI) November 2, 2018
કોંગ્રેસના અધ્યક્ષે મોદી સરકારને ઘેરતા કહ્યું હતું કે, “રાફેલ ઓપન એન્ડ શટકેસ છે, આ સ્પષ્ટપણે જોવા મળે છે કે, પીએમ મોદી અને અનિલ અંબાણીની ભાગીદારીનો આ મામલો છે”.
The Dassault CEO had said the reason HAL wasn't given the contract was because Anil Ambani had land. Now it turns out that the land that Anil Ambani had was purchased by money given by Dassault: Congress President Rahul Gandhi #Rafaledeal pic.twitter.com/dUcEoD7655
— ANI (@ANI) November 2, 2018
તેઓએ વધુમાં જણાવ્યું, “અનિલ અંબાણીની કંપનીના ખાતામાં દસોલ્ટ દ્વારા ૨૮૪ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે અને આ જ પૈસાથી અનિલ અંબાણીની એ જમીન ખરીદી છે. દસોલ્ટના CEO સ્પષ્ટપણે ખોટું બોલી રહ્યા છે”.
Dassault invested Rs 284 Crore in the company of Anil Ambani. Anil Ambani bought land with the same money. This is clear that Dassault CEO is lying. Why did they invest Rs 284 crore in a loss-making company?: Congress President Rahul Gandhi #RafaleDeal pic.twitter.com/InY7ggJHrC
— ANI (@ANI) November 2, 2018
આ ઉપરાંત તેઓએ સવાલો ઉઠાવ્યા હતા કે, “નુકશાનમાં ચાલી રહેલી ૮ લાખ રૂપિયાની કંપનીમાં ૨૮૪ કરોડ કરોડ રૂપિયા દસોલ્ટ દ્વારા કેવી રીતે જમા કરાવવામાં આવ્યા ?”.
રક્ષા સાથે જોડાયેલા મામલે પારદર્શિતા જાળવવી જોઈએ : RSS
RSS દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “જો રાફેલ ફાઈટર પ્લેનની ડીલને લઈ કોર્ટ દ્વારા રિપોર્ટ માંગવામાં આવે છે તો, સરકારે આ અંગે કોઈ નિર્ણય લેવો પડશે”
આરએસએસના સહકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રાફેલ વિવાદ અંગે જણાવતા કહ્યું, “અગર કોર્ટ આ વિવાદને રિપોર્ટ માંગે છે આ મુદ્દે સરકારે પોતાનો નિર્ણય લેવો પડશે. સાથે સાથે તેઓએ એ પણ કહ્યું કે, “રક્ષા સાથે જોડાયેલા મામલે પારદર્શિતા જાળવવી જોઈએ”.
