Not Set/ અમદાવાદની વધુ પાંચ ટી.પી. સ્કીમને બહાલી, GDCR નું ફાઈનલ નોટિફીકેશન મંજૂર  

અમદાવાદ: ગુજરાતના નાગરિકોને દિપાવલી પર્વની ભેટ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંધકામ નિયમોનું ફેરફાર (GDCR)નું  આખરી જાહેરનામું ફાઈનલ નોટિફીકેશન મંજૂર કર્યુ છે. જેના અંતર્ગત અમદાવાદ શહેરની પાંચ ટીપી સ્કીમ સહીત રાજ્યની 88 જેટલી ટીપી સ્કીમોને બહાલી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદ સહીતન રાજ્યભરના નાગરિકોની મળેલી રજૂઆતોનો પ્રતિસાદ આપતાં સીએમ રૂપાણી દ્વારા નિયમોમાં સરળતા લાવવા તંત્રને […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others Trending
More five TP scheme Approval of Ahmedabad, Final Notification of GDCR Approved

અમદાવાદ: ગુજરાતના નાગરિકોને દિપાવલી પર્વની ભેટ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંધકામ નિયમોનું ફેરફાર (GDCR)નું  આખરી જાહેરનામું ફાઈનલ નોટિફીકેશન મંજૂર કર્યુ છે. જેના અંતર્ગત અમદાવાદ શહેરની પાંચ ટીપી સ્કીમ સહીત રાજ્યની 88 જેટલી ટીપી સ્કીમોને બહાલી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદ સહીતન રાજ્યભરના નાગરિકોની મળેલી રજૂઆતોનો પ્રતિસાદ આપતાં સીએમ રૂપાણી દ્વારા નિયમોમાં સરળતા લાવવા તંત્રને સૂચનાઓ આપી હતી, જેને પગલે GDCR ના આ આખરી જાહેરનામામાં બાંધકામ વ્યવસાયને વેગ મળે તેવા ક્રાંતિકારી પગલાં ભરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આપેલી આ મંજૂરીને પગલે ખાસ કરીને શહેરોમાં મકાનો બને તો ગ્રાઉન્ડમાં વધુ ખૂલ્લી જગ્યા ઉપલબ્ધ થાય તેવો આશય રાખી બિલ્ડીંગ હાઇટમાં વધારો આપવામાં આવ્યો છે. આના પરિણામે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મહાનગરો સહિત વાપી, વલસાડ, નવસારી વગેરે શહેરોમાં વધુ હવા-ઉજાસવાળા મકાનો ઉપલબ્ધ થશે. એટલું જ નહિ, અગાઉ ગામ તળમાં રપ ટકા ખૂલ્લી જગ્યા પ્લોટના આગળના ભાગમાં રાખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીને આ સંદર્ભમાં પણ સંખ્યાબંધ રજૂઆતો મળી હતી. તેમણે આ રજૂઆતો અંગે પણ હવે એવો નિર્ણય કર્યો છે કે, મકાન આયોજનને ધ્યાને રાખીને ખૂલ્લી જગ્યા છોડવાની છૂટછાટ અપાશે અને નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાન બાંધકામ કરી શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ સંભાળે છે અને તેમણે ત્વરિત નિર્ણય શકિત દાખવતા નવ માસના ટૂંકાગાળામાં જ ૩ર ડ્રાફટ ટી.પી, ર૪ પ્રીલીમનરી ટી.પી, અને રર ફાઈનલ ટી.પી. સહિત ૧૦ શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મળી ૮૮ જેટલી શહેરી યોજનાઓને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ ડિસેમ્બર-ર૦૧૮ સુધીમાં શહેરી યોજનાઓની મંજૂરીમાં શતક-૧૦૦નો આંક પાર કરવા પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

વિજય રૂપાણીએ દિપાવલીનું મહાપર્વ વધુ હર્ષોલાસથી શહેરીજનો ઉજવી શકે તેવા અભિગમ સાથે શહેરી વિકાસને ઝડપી વેગ આપવા અમદાવાદ મહાનગરની ૪ ડ્રાફટ અને ૧ પ્રારંભિક સહિત કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ પણ મંજૂર કરી છે.

આ ડ્રાફટ સ્કીમોમાં (૧) ટી.પી. સ્કીમ નં.૩૦૩ (ખોરજ), (ર) ટી.પી. સ્કીમ નં. ૪૦૯/બ (ઝુંડાલ), (૩) ટી.પી. સ્કીમ નં.૪૦૪/અ (સનાથલ) અને (૪) ટી.પી. સ્કીમ નં.૪૩ર (અસલાલી)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ટી.પી. નં. ર૩ (વેજલપુર) પ્રીલીમીનરી સ્કીમને પણ મંજૂરી આપવામાં આવેલ છે.

આ ડ્રાફટ સ્કીમોની મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે તથા આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થતાં નાગરિકોને વધુ સુવિધા મળી શકશે.