Not Set/ આ દિવાળી ઘરે બનાવો મીઠી બુંદી આ રીતે

સામગ્રી ચાસણી માટે 1 કપ સાકર 2 ચપટીભર કેસર 2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલી બીજી જરૂરી વસ્તુઓ 1 કપ ચણાનો લોટ ઘી (તળવા માટે) સજાવવા માટે 1/2 ટીસ્પૂન એલચી પાવડર 1 ટીસ્પૂન પીસ્તાની કાતરી 1 ટીસ્પૂન બદામની કાતરી બનાવવાની રીત  ચાસણી માટે એક ખુલ્લા-નોન સ્ટીક પેનમાં 1 કપ પાણી સાથે સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર 5 થી 7 મિનિટ સુધી […]

Lifestyle

સામગ્રી

ચાસણી માટે
1 કપ સાકર
2 ચપટીભર કેસર

2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલી

બીજી જરૂરી વસ્તુઓ
1 કપ ચણાનો લોટ
ઘી (તળવા માટે)

સજાવવા માટે
1/2 ટીસ્પૂન એલચી પાવડર
1 ટીસ્પૂન પીસ્તાની કાતરી
1 ટીસ્પૂન બદામની કાતરી

બનાવવાની રીત 

ચાસણી માટે

એક ખુલ્લા-નોન સ્ટીક પેનમાં 1 કપ પાણી સાથે સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર 5 થી 7 મિનિટ સુધી સાકર ઓગળી જવા દો

ત્યાર પછી 1 તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો. પછી તેમાં કેસરવાળું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

એક બાઉલમાં 1/2 કપ પાણી સાથે ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે તે પછી તેને બાજુ પર રાખો.

એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં 3 થી 4 ટેબલસ્પૂન ખીરૂ લઇ બુંદીના જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.

આ બુંદીને મધ્યમ તાપ પર તળયા પછી તેને કાણાવાળા ચમચા વડે બહાર કાઢીને સાકરની ચાસણીમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો. એલચી પાવડર અને પીસ્તા-બદામ વડે સજાવીને તરત પીરસો.