સામગ્રી
ચાસણી માટે
1 કપ સાકર
2 ચપટીભર કેસર
2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલી
બીજી જરૂરી વસ્તુઓ
1 કપ ચણાનો લોટ
ઘી (તળવા માટે)
સજાવવા માટે
1/2 ટીસ્પૂન એલચી પાવડર
1 ટીસ્પૂન પીસ્તાની કાતરી
1 ટીસ્પૂન બદામની કાતરી
બનાવવાની રીત
ચાસણી માટે
એક ખુલ્લા-નોન સ્ટીક પેનમાં 1 કપ પાણી સાથે સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર 5 થી 7 મિનિટ સુધી સાકર ઓગળી જવા દો
ત્યાર પછી 1 તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો. પછી તેમાં કેસરવાળું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત
એક બાઉલમાં 1/2 કપ પાણી સાથે ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે તે પછી તેને બાજુ પર રાખો.
એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં 3 થી 4 ટેબલસ્પૂન ખીરૂ લઇ બુંદીના જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.
આ બુંદીને મધ્યમ તાપ પર તળયા પછી તેને કાણાવાળા ચમચા વડે બહાર કાઢીને સાકરની ચાસણીમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો. એલચી પાવડર અને પીસ્તા-બદામ વડે સજાવીને તરત પીરસો.
