Not Set/ રામજન્મભૂમિ અયોધ્યામાં શરુ થયો દિવાળીનો સૌથી મોટો ઉત્સવ, દ. કોરિયાના પ્રથમ લેડી રહ્યા હાજર

અયોધ્યા, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણને લઈ જોવા મળી રહેલા ધમાસાણ વચ્ચે રામજન્મ ભૂમિ અયોધ્યામાં મંગળવારથી દિવાળીનો સૌથી મોટો તહેવાર શરુ થયો છે. Preparations underway for #Deepotsav in Ayodhya today. South Korean First Lady Kim Jung-sook will take part in the the festival. #Diwali pic.twitter.com/ek3k39xHWk — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 6, 2018 […]

Top Stories India Trending

અયોધ્યા,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણને લઈ જોવા મળી રહેલા ધમાસાણ વચ્ચે રામજન્મ ભૂમિ અયોધ્યામાં મંગળવારથી દિવાળીનો સૌથી મોટો તહેવાર શરુ થયો છે.

CMની હાજરીમાં મનાવાશે દીપોસ્તવ 

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોચી ચુક્યા છે અને તેઓની હાજરીમાં આ ઐતિહાસિક દીપોસ્તવ મનાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, CM યોગી આ દરમિયાન મોટું એલાન કરી શકે છે.

જો કે આ ખાસ અવસરના સાક્ષી ભારતના પ્રવાસે આવેલા દક્ષિણ કોરિયાના પ્રથમ લેડી કિમ જ જંગ સૂક પણ બનશે. આ માટે તેઓ અયોધ્યા પહોચી ચુક્યા છે.

બપોરથી જ અયોધ્યામાં દીપોસ્તવની ઝાંકી નીકળવાનું શરુ થઇ ગયું છે. ભગવાન રામના અલગ અલગ અભિનયો સાથે રામનગરીના રસ્તાઓ પર ઝાંકી કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જામી છે.

બીજી બાજુ અયોધ્યાની સરયુ નદીના તટ પર લાખો દીપ પ્રગટાવવામાં આવ્યા છે. સાથે સાથે લેઝર લાઈટની ઝલક પણ બતાવવામાં આવશે.

CM યોગી કરી શકે છે મોટું એલાન

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રામ મંદિરના નિર્માણને અનેક ચર્ચાઓ સામે આવી રહી છે. સંતો-મહંતો, રાજનૈતિક પાર્ટીઓ તેમજ RSS દ્વારા પણ અયોધ્યામાં રામજન્મ ભૂમિના નિર્માણની માંગ વધી રહી છે, ત્યારે બતાવવામાં આવી રહ્યું છે કે, રામ મંદિરને લઇ કોઈ એલાન થઇ શકે છે.

આ ઉપરાંત અયોધ્યાની સરયુ નદીના કિનારે ૧૫૧ મીટર ઉંચી ભગવાન રામની તાંબાની મૂર્તિ બનવાની પણ ઘોષણા થઇ શકે હે.

આ છે આજનો કાર્યક્રમ ?

બપોર ૩ થી ૩.૧૫ વાગ્યે – યુપીના સી.એમ આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઇક, દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા સુદર્શન પટનાયકની બનેલી રામની બાલુની મૂર્તિનું અનાવરણ કરશે.

૩.૧૫ થી ૪ વાગ્યે – ક્વીન હૂહના મેમોરિયલનો પાયો નાખશે.

૪ થી ૪.૩૦ વાગ્યે – રામ અને સીતાની ભૂમિકા નિભાવી રહેલા કલાકાર હેલિકોપ્ટરથી ઉતરશે. સી.એમ સહિતના હાજર લોકો તેમનું સ્વાગત કરશે.

૪.૩૦ થી ૬.00 વાગ્યે – રામ કથા પાર્કમાં મુખ્ય સમારોહનું આયોજન થશે.

૬.૧૫ થી ૬.૪૫ વાગ્યે – સરયુ ઘાટ પર આતી થશે.

૬.૪૫ થી ૭.૩૦ વાગ્યે – રામની પૈડી પર ૩ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.

૭.૩૦ થી ૭.૪૫ વાગ્યે – રામની પૈડી વોટર શો કરવામાં આવશે.

૭.૪૫ થી ૮ વાગ્યે – રામલીલામાં ભાગ લઈ રહેલા કલાકારોનું સન્માન કરાશે.

૮.૦૦ થી ૮.૧૫ વાગ્યે – ભવ્ય આતિશબાજી થશે.

૮.૩૦ થી ૧૦.૩૦ વાગ્યે – ઇન્ડોનેશિયા, રશિયા, ટ્રિનિદાદના કલાકાર રામલીલાનું નૃત્ય કરશે ત્યારબાદ કોરિયા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.