કાંકેર,છત્તીસગઢ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં ચૂંટણીનું રણશીંગુ ફુંકતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.છત્તીસગઢના કાંકેરના પંખાજુરમાં રેલીને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદીએ પોતાનાં કેટલાંક બિઝનેસમેન મિત્રોનું 3 લાખ કરોડથી વધુનું દેવું માફ કર્યું પરંતુ ખેડૂતો માટે કંઈજ ન કર્યું. નોટબંધી ઉપર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જનતાને લાઇનમાં લગાવીને મોદીને શું મળ્યું ? તમે ATMની લાઇનમાં ઊભા હતા તો બીજી તરફ નિરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો તમારા પૈસા લૂંટીને ફરાર થઇ ગયા હતા.
All of you were standing in long queues during #Demonetisation but not one black money holder was seen. Also, Nirav Modi, Vijay Mallya, Lalit Modi and Mehul Choksi ran away from the country with your money: Rahul Gandhi in Kanker #ChhattisgarhElections2018 pic.twitter.com/JvB0xLTtIN
— ANI (@ANI) November 9, 2018
રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલ વિમાનના સોદા પર સવાલો ઉઠાવતા કહ્યું કે મોદી સરકારે 526 કરોડના હવાઈ જહાજ, 1600 કરોડ રૂપિયા ખરીદ્યા અને એચએએલ પાસેથી કોન્ટ્રાક્ટ ઝુંટવીને અનિલ અંબાણીની કંપનીને આપ્યો.અનિલ અંબાણીએ ક્યારેય હવાઈ જહાજ નથી બનાવ્યાં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, છત્તીસગઢમાં વર્ષોથી ભાજપ સરકાર છે. અહીં પૈસા પણ ખુબ જ છે. પરંતુ એટલો લાભ સામાન્ય જનતાને મળતો નથી. 10થી 15 ઉદ્યોગપતિઓને લાભ અપાવવા માટે છત્તીસગઢમા ડો.રમન સિંહ અને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરે છે.
