અયોધ્યા
હાલમાં જ યોગી સરકાર દ્વારા ફૈઝાબાદનું નામ અયોધ્યા કરી દીધું છે. ત્યારબાદ ગુજરાત સરકાર પણ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનું વિચારી રહી છે. ભગવાન રામની નગરી એટલે કે અયોધ્યામાં યોગી સરકાર માંસ અને દારૂ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માંગ અયોધ્યાના સંતોની છે.
યુપી સરકારના પ્રવક્તા શ્રીકાન્ત શર્માએ જણાવ્યું હતું કે અયોધ્યામાં સંતોની માંગ છે કે આખા જીલ્લમાં દારૂ અને માંસ-મરછી પર પ્રતિબંધ લગાવવામાં આવે.
સરકારે આ માંગને લઈને વિવિધ લોકો પાસે મંતવ્ય માંગ્યા છે.સંતોનું કહેવું છે કે જીલ્લામાં દારૂ અને માંસનું વેંચાણ થાય તે ભગવાન રામનું અપમાન છે. રામની જન્મભૂમીના પૂજારી સ્વામી સત્યેન્દ્રના નેતૃત્વ હેઠળ સંતોએ આ માંગ રાખી છે.
સંતોએ વધુમાં ઉમેર્યું હતું કે માંસ અને દારૂના લીધે પ્રદુષણમાં વધારો થાય છે. રામની નગરીમાં આ બધી વસ્તુઓ થાય તે યોગ્ય ન કહેવાય આથી ચોક્કસપણે આ બંને વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
તો બીજી તરફ અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તાએ કહ્યું હતું કે અયોધ્યામાં દારૂ અને માંસ-મરછીના પ્રતિબંધની યોજના ઘણી સારી છે. અમે આ પ્રતિબંધનું સ્વાગત કરીએ છીએ. ભગવાનની નગરીમાં આ વસ્તુઓના વેંચાણથી સંતો દુઃખી છે.
