Not Set/ વાંચ ગામમાં જૂથ અથડામણ, બન્ને પક્ષોએ કર્યો સામસામે પથ્થરમારો

અમદાવાદ, અમદાવાદના વાંચ ગામમાં જૂથ અથડામણ મામલો સામે આવ્યો છે, સાવ મામુલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલા પાછળનું કારણ આવ્યું બહાર છે. પંચરની દુકાન પર બાઈકમાં હવા પુરાવા ગયેલ બે યુવાનોને માર મરાયો હતો. સંજય અને જીગર નામના યુવાનો બાઈકમાં હવા ભરાવવા ગયા હતા, અન્ય સમાજના કેટલાક યુવકોએ તેમને કહ્યુ કે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના વાંચ ગામમાં જૂથ અથડામણ મામલો સામે આવ્યો છે, સાવ મામુલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલા પાછળનું કારણ આવ્યું બહાર છે.

પંચરની દુકાન પર બાઈકમાં હવા પુરાવા ગયેલ બે યુવાનોને માર મરાયો હતો.

સંજય અને જીગર નામના યુવાનો બાઈકમાં હવા ભરાવવા ગયા હતા, અન્ય સમાજના કેટલાક યુવકોએ તેમને કહ્યુ કે કોલર કેમ ઊંચું રાખો છો તેમ કહીને ઈસમોએ યુવાનોને માર માર્યો.

તમામ ઇજાગ્રસ્તોને એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પાંચ થી છ જેટલા વાહનોમાં તોડફોડ કરાઈ હતી. ભેંસોના તબેલામાં પણ અસામાજીક તત્વોએ આગ ચાંપી હતી.

ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ચાર થી પાંચ જેટલા મકાનોના કાચ અસામાજીક તત્વોએ તોડી નાખ્યા હતા, હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.