રોયલ એનફિલ્ડે ભારતમાં પોતાનાં 650 ટ્વીન્સ લોન્ચ કરી દીધા છે. આ બાઈક રોયલ એનફિલ્ડનાં સૈથી પાવરફૂલ બાઈક છે. એક્સ શો રૂમમાં ઇન્ટરસેપ્ટર 650ની કિંમત 2.50 લાખથી શરુ થઇ રહી છે. જયારે કોન્ટીનેન્ટલ GT 650ની કિંમત 2.65 લાખથી શરુ થઇ રહી છે.

જયારે રીટેલ પર ઇન્ટરસેપ્ટર 650 કસ્ટમની કિંમત 2,57,500 રૂપિયા છે જયારે કોન્ટીનેન્ટલ GT 650 કસ્ટમ રીટેલની કિંમત 2,72,500 છે. કોન્ટીનેન્ટલ GT 650 ક્રોમનો ભાવ સૌથી વધુ છે 2.85 લાખ. જયારે પર ઇન્ટરસેપ્ટર 650 ક્રોમની કિંમત 2.70 લાખ રૂપિયા છે.

ઇન્ટરસેપ્ટર 650 રેટ્રો સ્ટાઈલનું છે. આ બંને બાઈકમાં 648cc, એર કુલડ. ફયુલ ઈન્જેકટેડ છે. એન્જીન 6 સ્પીડ ગીઅર બોક્સ સાથે જોડાયેલા છે અને સ્લીપ આસિસ્ટ ક્લચ પણ છે. ઇન્ટરસેપ્ટર 650ની ફયુલ ટેન્કની કેપેસીટી 13.4 લીટરની છે જયારે કોન્ટીનેન્ટલ GT 650ની ફયુલ ટેન્કની કેપેસીટી 12.5 લીટરની છે.
