Not Set/ સપના ચૌધરીના કાર્યક્રમમાં પોલીસના લાઠીચાર્જના લીધે એક યુવકનું મોત

પટના બેગુસરાય જીલ્લામાં સપના ચૌધરીના એક કાર્યક્રમમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ કાર્યક્રમમાં ભીડ પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો જેને લઈને ઘણા લોકો ઘવાયા હતા. પોલીસના લાઠી ચાર્જને લીધે ભાગદોડ મચી ગઈ હતી અને એક યુવકનું ભીડમાં કચડાઈ જવાને લીધે મોત થયું હતું. તમને જણાવી દઈએ કે બછવાડા પોલીસ ક્ષેત્રમાં ભરોલ ગામમાં સપના […]

Top Stories India Trending Entertainment

પટના

બેગુસરાય જીલ્લામાં સપના ચૌધરીના એક કાર્યક્રમમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ કાર્યક્રમમાં ભીડ પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો જેને લઈને ઘણા લોકો ઘવાયા હતા.

પોલીસના લાઠી ચાર્જને લીધે ભાગદોડ મચી ગઈ હતી અને એક યુવકનું ભીડમાં કચડાઈ જવાને લીધે મોત થયું હતું.

તમને જણાવી દઈએ કે બછવાડા પોલીસ ક્ષેત્રમાં ભરોલ ગામમાં સપના ચૌધરીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ છઠના મહા પર્વ નિમિત્તે યોજવામાં આવ્યો હતો.

આ દરમ્યાન લોકોએ બેરીને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેના લીધે મંડપ તૂટી ગયો હતો અને લોકો બેકાબુ બની ગયા હતા. બેકાબુ લોકો પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.

લાઠીચાર્જને લીધે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક સાજન કુમારનામના યુવકની ભીડમાં કચડાઈ જવાને લીધે મોત થયું છે અને બીજા ઘણા લોકો ઘયલ પણ થયા છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં સપના ચૌધરીના કાર્યક્રમની ચર્ચાઓ થઇ રહી છે.