Not Set/ મે 2013માં જ અક્ષરાના પ્રાઈવેટ ફોટો ડિલીટ કરી દીધા હતા: તનુજ વિરવાની

મુંબઇ, ફિલ્મ શમિતાભમાં નજરે પડેલ અભિનેત્રી અક્ષરા હાસનની થોડા દિવસો અગાઉ પ્રાઈવેટ તસ્વીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ ફોટો જોત જોતામાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. જે અંગે કમલ હાસનની પુત્રી અક્ષરાએ સાઈબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં વર્સોવા પોલીસે તપાસ હાથ ધરતા જણાવ્યુ છે કે, અક્ષરાએ પોતાના આ પ્રાઈવેટ ફોટો બોલિવૂડની એક […]

Uncategorized

મુંબઇ,

ફિલ્મ શમિતાભમાં નજરે પડેલ અભિનેત્રી અક્ષરા હાસનની થોડા દિવસો અગાઉ પ્રાઈવેટ તસ્વીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ ફોટો જોત જોતામાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

જે અંગે કમલ હાસનની પુત્રી અક્ષરાએ સાઈબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં વર્સોવા પોલીસે તપાસ હાથ ધરતા જણાવ્યુ છે કે, અક્ષરાએ પોતાના આ પ્રાઈવેટ ફોટો બોલિવૂડની એક સમયની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીના પુત્ર તનુજ વિરવાનીને મોકલ્યા હતા.

Image result for akshara haasan private photo leak

હવે પોલીસનું કહેવુ છે કે આ કેસમાં તનુજની પૂછપરછ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ઈન્ટરનેટ પર અક્ષરાની પ્રાઈવેટ તસ્વીરો લીક થવા મામલે તેણે રવિવારે જ પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. તેણે પોલીસને જણાવ્યુ હતું કે, તેને આ અંગેની જાણકારી નથી કે આ કામ કોણે કર્યુ છે.

Image result for akshara haasan private photo leak

જાણવા મળ્યુ છે કે, ભૂતકાળમાં અક્ષરા અને તનુજ રીલેશનશિપમાં હતા, પરંતુ બન્નેનું 2016માં બ્રેકઅપ થઈ ગયુ હતું. પોલીસનું કહેવુ છે કે, અક્ષરાએ જણાવ્યુ છે કે તેણે પોતાના ખૂબ જ નિકટના મિત્ર (તનુજ) સાથે આ ફોટો શેર કર્યા હતા. જોકે, એક સમાચાર પત્ર સાથેની વાતચીતમાં તનુજે આ અહેવાલને ફગાવી દીધા હતા અને કહ્યુ હતું કે તેની પાસે અક્ષરાના આવા કોઈ ફોટા હતા જ નહીં.