Not Set/ રાજપીપળા : મંદિરના મહંતની બેટ અને લાકડીના ઘા ઝીંકી હત્યા

રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંતની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યક્તિઓએ હુલ્લડ મચાવી હુમલો કરી દીધો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહંતને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે 10 ઈસમો વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ […]

Top Stories Gujarat Others

રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંતની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યક્તિઓએ હુલ્લડ મચાવી હુમલો કરી દીધો હતો.

જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહંતને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે 10 ઈસમો વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા કરવામાં આવી હતી. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યકિતઓએ બેટ અને લાકડી લઈ આવ્યા હતા. અને હુલ્લડ મચાવી હુમલો કર્યો હતો.

બેટ અને લાકડીથી હુમલો થતા મહંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન મહંતનું મોત નીપજ્યું હતું.

ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ સહિત અન્ય 10 ઈસમો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.