મુંબઇ,
અભિનેતાઓ વારંવાર કહેતા હોય છે કે તેઓ આજે જે પણ છે તે તેમના ચાહકોને કારણે જ છે. ચાહકોનો પ્રેમ તેમને સ્ટાર બનાવે છે. પરંતુ ક્યારેક ક્યારેક ફેન્સનો પ્રેમ સ્ટાર્સ માટે મુશીબતો ઉભી કરે છે અને કલાકારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં સલમાન ખાન સાથે કંઇક આવુ થયું હતું. જોકે ફેન સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.

ખરેખર, સલમાન ખાનના ચાહક તેમના સ્ટાફ પાસેથી સલમાનો નંબર માંગવા પર અડી ગયો હતો. તેણે તેનું નામ શેરા કહ્યું હતું. શેરાએ સલમાનના સ્ટાફ પાસેથી સલમાનો નંબર માંગ્યો. જ્યારે સ્ટાફે આનો ઇનકાર કર્યો ત્યારે તેણે સ્ટાફને ધમકી આપી. બંને વચ્ચે ઝગડો થઇ ગયો, ત્યારબાદ સલમાનના સ્ટાફે શેરા સામે એફઆઈઆર નોંધાવી.

પોલીસે શેરાનો નંબર ટ્રેસ કરી લીધો હતો. પોલીસે રવિવારે સાંજે પ્રયાગરાજ પાસેથી તેની ધરપકડ કરી અને પૂછપરછ માટે તેને મુંબઇ લઇ આવ્યા.

આપને જણાવીએ કે હાલ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં, તે પંજાબમાં ફિલ્મ શૂટિંગ પૂર્ણ કર્યા પછી મુંબઇ પરત ફર્યા હતા. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત, કેટરીના કૈફ, તબ્બુ, દિશા પાટની, સુનિલ ગ્રોવર અને જેકી શ્રોફ પણ જોવા મળશે.

