Not Set/ છત્તીસગઢ વિધાનસભા ચુંટણીનાં બીજા રાઉન્ડમાં 72 સીટો માટે વોટીંગ શરુ

આજે મંગળવારે છત્તીસગઢ વિધાનસભા ચુંટણી માટે વોટીંગનો બીજો રાઉન્ડ સવારે 8 વાગ્યાથી શરુ થઇ ગયો છે. આ બીજા રાઉન્ડમાં 19 જીલ્લાની 72 સીટો માટે વોટીંગ થઇ રહ્યું છે. વોટીંગનાં પહેલાં ચરણમાં 18 સીટ માટે વોટીંગ થયું હતું. આ રાઉન્ડમાં વોટ કરવા માટે 1.5 કરોડથી વધારે લોકો 19,000 જેટલાં પોલીંગ બુથ પર વોટ કરવાની લાયકાત ધરાવે […]

Top Stories India

આજે મંગળવારે છત્તીસગઢ વિધાનસભા ચુંટણી માટે વોટીંગનો બીજો રાઉન્ડ સવારે 8 વાગ્યાથી શરુ થઇ ગયો છે. આ બીજા રાઉન્ડમાં 19 જીલ્લાની 72 સીટો માટે વોટીંગ થઇ રહ્યું છે. વોટીંગનાં પહેલાં ચરણમાં 18 સીટ માટે વોટીંગ થયું હતું. આ રાઉન્ડમાં વોટ કરવા માટે 1.5 કરોડથી વધારે લોકો 19,000 જેટલાં પોલીંગ બુથ પર વોટ કરવાની લાયકાત ધરાવે છે.

મતદાનનાં આ બીજા ચરણમાં ઘણાં મોટા નેતાઓનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ રાઉન્ડમાં અજીત જોગી, વિધાનસભા અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ, રેણું જોગી સહિત 1079 ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય થશે. બધી સીટો પર મત આપવાનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે.

આ ચુંટણીને લઈને દેશનાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને વધારેમાં વધારે સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી.

લોકશાહીનાં પર્વ માટે લોકો વોટ કરવા માટે લાઈનમાં ઉભા રહ્યાં હતા. પોલીંગ બુથ પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો મોટી સંખ્યામાં વોટ કરવા માટે આવી રહ્યાં છે.