રવિવારે જનતાદળ યુનાઇટેડનાં ધારાસભ્ય ગોપાલ મંડળને ભાગલપુરમાં રહેવાસીઓએ બંધક બનાવ્યા હતા. રહેવાસીઓનો આરોપ છે કે, ગોપાલ મંડળ 20 એકર જમીન કબજે કરવા પહોંચ્યા હતા. સોમવારે જ્યારે ગોપાલ મંડળ દ્વારા આ મામલે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું.
Vaccine / IMF ચીફે ભારતની વેક્સીન ડિપ્લોમેસીનાં કર્યા વખાણ, જાણો શું કહ્યુ?
જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, ‘જો ગોપાલ મંડળને જો બંધક બનાવવામાં આવે છે, તો સમજો મરી ગયા, અમારા કરતાં લાઠી-બાઝ ગામનાં લોકો ન હોતા, વાણિયા બધા મારી સામે ઉભા રહેશે? એકવાર અમે લાકડીઓ પકડી લઈશું, પછી કેટલાય લોકોને મારી દઇશું, અમે લડવૈયા તો છીએ જ, અમારી પાસે હંમેશા રિવોલ્વર હોય છે, જો જરૂર પડે તો ઠોંકી દઇશું.’
જળ સંકટ: ગુજરાતમાં ચોમાસુ સારૂં છતાં પાણીની વિકટ સમસ્યા
જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, ઘટના સ્થળ પર શું થાય છે, તે અમે શું કહીએ, થઇ શકે છે રોષમાં અમે જ તે વ્યક્તિઓને મારી દઇએ, તે જમીન અમે 9 મહિના પહેલા ખરીદી હતી અને ત્યાં એક શાળા બનાવવાની ઇચ્છા છે પરંતુ ત્યાં રહેવાસીઓએ પોતાનું નિર્માણ કર્યું છે. 24 મીએ વિધાનસભા સમાપ્ત થઈ રહી છે, ત્યારબાદ અમે તેમને કહ્યું છે કે અમે આવીશું અને બધા પોતાની જમીનનાં કાગળ બતાવવા માટે તૈયાર રહે.’ જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું, ‘જો મારા નામે જમીનનો ટુકડો નીકળશે તો અમે બુલડોઝર મંગાવીશું અને તેમનું મકાન તોડીશું. અમે તો માણસને તોડી દઇએ છીએ, તો જમીન શું છે?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
