મુંબઇ,
તાજેતરમાં ગોલ્ડન રોઝ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ મોટી હસ્તિઓ હાજર હતી. આ બોલિવૂડ સ્ટાર્સમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય બચ્ચન, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાજોલ, રેખા, જીનત અમાન જેવા લોકોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઐશ્વર્યા રાય બચ્ચનને ટાઇમલેસ બ્યૂટી પુરસ્કાર એનાયત કરાયો હતો.

આ પુરસ્કાર ઐશ્વર્યાને બીજા કોઈએ નહીં પરંતુ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન દ્વારા આપવામાં આવ્યો હતો. વેલ, શાહરુખ અને કાજોલને આ પ્રસંગે બેસ્ટ ટાઇમલેસ જોડી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ આપતા સમયે શાહરૂખે એવી સ્પીચ આપી જેને સાંભળીને ત્યાં હાજર રહેલા બધાના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.
ઐશ્વર્યા સાથેની તેમની ફિલ્મો લઈને, તેમણે કહ્યું કે અમે બંનેએ ક્યારે નોર્મલ ફિલ્મોમાં કામ કર્યું નથી. ફિલ્મ ‘જોશ’માં બંને ભાઈ-બહેન બન્યા હતા, તો ‘ દેવદાસ ‘અને ‘મોહબ્બતેં’માં આ જોડીને મળ્યા ન દીધી. શાહરુખે મજાકિયા અંદાજમાં કહ્યું કે, “મોહબ્બતેં”માં તે ભૂતની હતી. જોકે શાહરુખે ઐશ્વર્યાના કામની પણ પ્રશંસા કરી હતી અને એક ખૂબ ટેલેન્ટડ અભિનેત્રી પણ કહ્યું.
જુઓ વીડીયો..
Part 2 – SRK talks about Ash. pic.twitter.com/KqvItdtzUo
— HRB (@Oxynom) November 18, 2018
