Not Set/ રામ મંદિર મામલો : સંજય રાઉત આજે અયોધ્યામાં કરશે ભૂમિ પૂજન, ઉદ્ધવ ઠાકરે …

જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, આયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકારણમાં ગરમી વધી રહી છે. આ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉત બુધવારે અયોધ્યામાં લક્ષ્મણ કિલ્લા મેદાનમાં ભૂમિ પૂજન કરશે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ 24 નવેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં શિવસેના દ્વારા મોટી રેલીની જાહેરાત કરવામાં આવી છે. ઠાકરે એક દિવસ પહેલા પહોંચીને […]

Top Stories India

જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, આયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકારણમાં ગરમી વધી રહી છે. આ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉત બુધવારે અયોધ્યામાં લક્ષ્મણ કિલ્લા મેદાનમાં ભૂમિ પૂજન કરશે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ 24 નવેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે.

અયોધ્યામાં શિવસેના દ્વારા મોટી રેલીની જાહેરાત કરવામાં આવી છે. ઠાકરે એક દિવસ પહેલા પહોંચીને લગભગ 100 હિન્દૂ ધર્માચાર્યોને સમ્માનિત કરશે. સંજય રાઉત જે જમીન પર ભૂમિ પૂજન કરવાના છે, ત્યાં ઉદ્ધવ ઠાકરેનો પ્રોગ્રામ થવાનો છે.

mantavyanews.com

શિવસેના અધ્યક્ષે મુંબઈમાં પત્રકારોના એક સમારોહમાં રામ મંદિરને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવે પૂછ્યું હતું કે, 15 લાખ રૂપિયાના વચનની જેમ રામ મંદિર પણ એક જુમલો જ છે કે શું?

ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના વારકારી સમુદાયના સાધુ સંતો આયોધ્યા માટે રવાના થયા હતા. રામ મંદિર નિર્માણ માટે સાધુ સંતોએ ઉદ્ધવ ઠાકરે પર વિશ્વાસ દર્શાવી એમનું સમર્થન કર્યું હતું.