Ahmedabad News/ સટ્ટાકાંડના આરોપી દિપક ઠક્કર પાસેથી બે પાસપોર્ટ, વિવિધ વ્યક્તિઓના નામ અને મોબાઈલ નંબરો સાથેની ડાયરી મળી

આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર મુળ .બનાસકાંઠાનો રહેવાસી છે

Top Stories Gujarat India

Ahmedabad News : થોડા સમય પહેલા અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી 2300 કરોડ રૂપિયાનું મસમોટુ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટુ નેટવર્ક પકડાયું હતું. માધુપુરામાં ઝડપાયેલું આ સટ્ટાકાંડનું કૌભાંડ ગુજરાતનું સૌથી મોટુ સટ્ટાકાંડ હતું. આ કૌભાંડમાં ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી લંબાયેલા હોવાનું તે સમયની તપાસમાં બહાર આવ્યું હતું. સમયે તરલ ભટ્ટ અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવતા હતા ત્યારે જ આ સટ્ટાકાંડ પકડાયું હતું. બાદમાં આ સટ્ટાકાંડમાં સંડોવાયેલા કેટલાય આરોપીઓ દુબઈ ભાગી ગયા હતા. જે તે સમયે આ કેસમાં 111 જેટલા આરોપીની ઓળખ થઈ હતી. જેમાંથી 35 આરોપી ઝડપાઈ ગયા હતા અને 76 આરોપી ફરાર હતા.
દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચનાને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે ટી કામરીયા વગેરેની ટીમ દુબઈ પહોંચી હતી. જ્યાંથી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને પ્રત્યાર્પણ મારફતે અહીં લાવવામાં આવ્યો હતો.

ઈન્ટરપોલ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી

આ કૌભાંડ સંદર્ભે માધુપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની વિવિધ કલમો, આઈટી એક્ટની કલમો તથા ધી સીક્યુરીટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ- હેઠલ ગુનો નોંધાયો હતો. આ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેંટીંગના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલામાં ચાલી રહી હતી.ઉપરોક્ત ગુનામાં અમદાવાદ શહેરના વેજલપુર ખાતે આવેલ પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના ૧૧ મા માળે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફીસ ધરાવી શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ સારૂ વેલોસીટી સર્વરમાં મેટા ટ્રેડર એપ્લીકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી. લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓ કરનારા મુખ્ય આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર, રહે.અંબિકાનગર સોસાયટી, ભાભર, તા.ભાભર, જિ.બનાસકાંઠા, હાલ રહે.દુબઈ જે ઉપરોક્ત ગુનામાં તેની ધરપકડથી બચવા સારૂ નાસતો-ફરતો હોય, નામદાર કોર્ટમાંથી તેનું CRPC કલમ-૭૦ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતું. ત્યારબાદ, ઉપરોક્ત આરોપી તેના પાસપોર્ટ નં-P7436711 આધારે વિદેશ જતો રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી.જેને આધારે તેના વિરૂધ્ધ તા.૧૨/૦૭/૨૦૨૩ના રોજ લુક આઉટ સર્ક્યુલર પ્રસિધ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ, ભારત સરકારના ઈન્ટરપોલને કરેલ દરખાસ્ત આધારે તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ ઈન્ટરપોલ દ્રારા તેની વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી.

રેડ કોર્નર નોટીસ ઈશ્યુ કરાઈ હતી

ઈસ્યુ કરાયેલ રેડ કોર્નર નોટીસને આધારે યુનાઈટેડ આરબ એમીરાત પોલીસ દ્રારા તા.૧૩/૦૩/૨૦૨૪ના રોજ આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવેલ અને તેની પ્રત્યાર્પણ દરખાસ્ત યુએઈમને મોકલી આપવા જણાવતાં, અત્રેથી ગુજરાત સરકાર ના ગ્રુહ વિભાગ મારફતે ભારત સરકાર ના ગ્રુહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય, ન્યુ દિલ્હી મારફતે યુનાઈટેડ આરબ એમીરાતને તા.૨૫/૦૬/૨૦૨૪ના રોજ પ્રત્યાર્પણ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જે દરખાસ્તને આધારે પ્રત્યાર્પણ ની મંજુરી આપવામાં આવી હતી. જે આધારે આરોપીનો કબ્જો મેળવવા સિક્યુરીટી મિશન/એસ્કોર્ટ ટીમ દુબઈ ખાતે મોકલી આપવાનો પત્ર તા.૦૮/૦૮/૨૦૨૪ના રોજ મળતાં, તા.૨૭/૦૮/૨૦૨૪ના રોજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, સ્ટેટ મોનીટરીંગ સેલની એસ્કોર્ટ ટીમ દુબઈ ખાતે જઈ સદર આરોપીનો કબ્જો મેળવી, સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી, ગાંધીનગર ખાતે લાવી, ઉપરોક્ત ગુનાના કામે આજરોજ તા.૦૧/૦૯/૨૦૨૪ના કલાક ૧૨/૩૦ વાગે ધોરણસર અટક કરવામાં આવી હતી.

આરોપી પાસેથી બે પાસપોર્ટ મળ્યા

ઉપરોક્ત આરોપી પાસેથી તેનો જુનો પાસપોર્ટ નં-P7436711, નવો પાસપોર્ટ નં-Z6486064, યુનાઈટેડ આરબ એમીરાતના ૧,૯૮૦/- દિરામ તથા મોટું રાઈટીંગ પેડ જેમાં ધાર્મિક લખાણ લખેલ છે જ્યારે નાની પોકેટ ડાયરી જેમાં વિવિધ વ્યક્તિઓના નામ તથા મોબાઈલ નંબરો વિગેરે લખાણ લખેલ છે તે કબ્જે કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના ૧૧ મા માળે આવેલ વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફીસમાં બિન અધિકૃત રીતે શેરબજારના ગેરકાયદેસર સોદાઓ લેવાનું કામ કરનાર અને અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે ચીકુ નારણભાઈ માળી તથા અમીત ઉર્ફે મુકેશ મહેશભાઈ ખત્રી પાસેથી ઓફીસનું ઓલ ઈન વન કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ. જેમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ૪૭ આઈ.ડી. તથા નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો મળી આવેલ હતાં. ઉપરોક્ત ગુનાના કામે હાલ સુધીમાં કુલ-૩૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિશાળકાય મગરને જોતાં જ લોકોના શ્વાસ અદ્ધર…

આ પણ વાંચો:વડોદરામાં વરસાદ બાદ મગરોનો ત્રાસ, ત્રણ કલાકની જહેમત બાદ 10 ફૂટ મગરનું કરાયું રેસ્ક્યું

આ પણ વાંચો:વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા