દેશભરમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇ જોવા મળતી ગરમી વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે યોજાનારી આ ધર્મસભામાં અંદાજે ૨ લાખથી વધુ લોકો હાજર રહેવાના છે.
એક બાજુ જ્યાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારથી જ અયોધ્યા પહોંચી ચુક્યા છે. આ દરમિયાન તેઓ દ્વારા પણ રામ મંદિરના નિર્માણની તારીકના એલાનને લઈ ગર્જના કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ અયોધ્યા પહોંચી રહેલા સાધુ મહંતોના નાદથી સમગ્ર નગરી ભગવાન રામના નાદ સાથે ગૂંજી ઉઠી છે.

વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને બજરંગ દળના હજારો કાર્યકર્તાઓ દેશભરમાંથી અયોધ્યા પહોંચી રહ્યા છે. સવારે ૧૧ વાગ્યે થવા જઈ રહેલી આ ધર્મસભા માં ભાગ લેવા માટે અંદાજે RSSના ૧ લાખ અને VHPના ૧ લાખ કાર્યકર્તાઓ ભાગ લેશે.
VHPના આંતરરાષ્ટ્રીય મહાસચિવ સુરેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ, “રવિવારે થનારી ધર્મસભા પછી RSS અને VHPના પ્રતિનિધિ તમામ દળોના નેતાઓ સાથે મુલાકાત કરવાનું શરુ કરશે અને રામ મંદિરના નિર્માણને લઈ કાયદો લાવવા માટે સમર્થન માંગશે.
Security has been tightened in Ayodhya ahead of the separate events of Shiv Sena and VHP being organised in the city today over the matter of #RamTemple. pic.twitter.com/7pHNcrEl2w
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 25, 2018
બીજી બાજુ આ ધર્મસભાને લઈ અયોધ્યામાં પરિસ્થિતિ ખુબ તનાવપૂર્ણ જોવા મળી રહી છે. આ તંગદિલીને જોતા સમગ્ર શહેરમાં સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ DGP સ્તરના પોલીસ ઓફિસર, એક ડેપ્યુટી IG, ત્રણ સિનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૧૦ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૨૧ ફિલ્ડ ઓફિસર, ૧૬૦ ઇન્સ્પેકટર, ૭૦૦ કોન્સ્ટેબલ, PACની ૪૨ કંપની, RAFની ૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યામાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે,
