Not Set/ એપ્પલને પછાડી ૮ વર્ષ બાદ સૌથી મુલ્યવાન કંપની બની માઈક્રોસોફ્ટ

વોશિંગ્ટન, શનિવારે દુનિયાની અગ્રણી કંપની માઈક્રોસોફ્ટને મોટી સફળતા મળી છે. માઈક્રોસોફ્ટ મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની ગ્લોબલ લીડર એપ્પલને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે. માઈક્રોસોફ્ટ અંદાજે ૮ વર્ષ બાદ આ શિખર પાર પહોચી છે. આ સાથે જ માઈક્રોસોફ્ટનું માર્કેટ કેપ ૭૫૩.૩ અબજ ડોલર થઇ ગયું છે. બીજી બાજુ એપ્પલ વર્ષ ૨૦૧૦ પછી પહેલીવાર બીજા નંબર […]

Top Stories World Trending Business

વોશિંગ્ટન,

શનિવારે દુનિયાની અગ્રણી કંપની માઈક્રોસોફ્ટને મોટી સફળતા મળી છે. માઈક્રોસોફ્ટ મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની ગ્લોબલ લીડર એપ્પલને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે.

માઈક્રોસોફ્ટ અંદાજે ૮ વર્ષ બાદ આ શિખર પાર પહોચી છે. આ સાથે જ માઈક્રોસોફ્ટનું માર્કેટ કેપ ૭૫૩.૩ અબજ ડોલર થઇ ગયું છે. બીજી બાજુ એપ્પલ વર્ષ ૨૦૧૦ પછી પહેલીવાર બીજા નંબર પર આવી ગઈ છે.

microsoft and apple
business-microsoft-pips-apple-become-most-valuable-us-company-after 8 years

આ પહેલા એપ્પલ ઓગષ્ટમાં અમેરિકાની પહેલી કંપની બની હતી, જેનું માર્કેટ કેપ ૧૦૦૦ અબજ ડોલર હતું, પરંતુ હવે આ કંપનીનું માર્કેટ કેપ ઘટીને ૭૪૬.૮ અબજ ડોલર નજીક પહોંચી ગયું છે.

amazon
business-microsoft-pips-apple-become-most-valuable-us-company-after 8 years

માઈક્રોસોફ્ટ અને એપ્પલ બાદ ત્રીજા ક્રમ પર ઓનલાઈન રિટેલર કંપની એમેઝોન છે, જેનું માર્કેટ કેપ ૭૩૬.૬ અબજ ડોલર છે, જયારે  ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનું માર્કેટ કેપ ૭૨૫.૫ અબજ ડોલર છે અને તે ચોથા ક્રમાંકે છે.