શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે વધુ એક સફળતા મળી છે. J & Kના શોપિયા જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૬ આતંકીઓને ઠાર કરાયા છે.
#JammuAndKashmir: Shopian encounter concludes. Total six terrorists neutralised, one security personnel also died in action. Weapons and warlike stores recovered. pic.twitter.com/RAIm7iw0E1
— ANI (@ANI) November 25, 2018
આ સાથે જ સુરક્ષાબળોના જવાનોએ છેલ્લા ૭૨ કલાકમાં કુલ ૧૨ આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે.
આ ઘટના શોપિયા જિલ્લાના કપરાન બાટગુન્ટ વિસ્તારની બતાવવામાં આવી રહી છે. હજી આ વિસ્તારમાં બીજા અન્ય આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી રહી છે અને સેના દ્વારા એનકાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા આ એનકાઉન્ટરમાં ૧ જવાન શહીદ થયા છે, જયારે અન્ય બે ઘાયલ થયા છે.
#UPDATE: Mobile internet services have been suspended in south Kashmir's Shopian district. Four terrorists have been neutralised in an encounter with security forces which broke out in Kapran Batagund area of the district this morning. #JammuAndKashmir
— ANI (@ANI) November 25, 2018
બીજી બાજુ સુરક્ષાના કારણોસર સમગ્ર દક્ષિણમાં કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે, આ જોતા જવાનો દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે.
શોપિયામાં માર્યા ગયેલા આતંકીઓમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર મુસ્તાક મીર પણ શામેલ છે. આ ઉપરાંત હિજબુલનો કમાન્ડર અબ્બાસ, હિજબુલનો ડેપ્યુટી જિલ્લા કમાન્ડર વસીમ વાગે ઉર્ફ સૈફુલ્લાહ ઉમર માજિદ અને એક પાકિસ્તાની આતંકવાદી શામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા દક્ષિણ કાશ્મીરમાં આવેલા અનંતનાગ જીલ્લામાં પણ સેનાના જવાનોએ ૬ આતંકીઓને ઠાર કર્યા હતા.
