ભોપાલ,
મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી રહેલી પ્રચાર પ્રસાર તેના અંતિમ દોરમાં છે, ત્યારે વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા પણ કમર કસવામાં આવી રહી છે.
વિધાનસભાની ચુંટણીને લઈ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓએ પણ મધ્યપ્રદેશમાં ડેરા નાખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પ્રચાર મારે MPમાં છે.
Amit Shah falls off stage during a rally in MP.https://t.co/ko3GvYtgr7
— Mohammed Zubair (@zoo_bear) November 24, 2018
આ દરમિયાન શનિવારે અશોકનગરમાં એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રોડ –શોનો રથ જયારે પોતાના અંતિમ પડાવમાં તુલસી પાર્ક પહોંચ્યો ત્યારે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ અચાનક જ રથ પરથી લપસી પડ્યા હતા અને નીચે પડી ગયા.
જો કે આ ઘટનામાં તેઓની બાજુમાં રહેલા સુરક્ષાકર્મીઓએ પકડી લીધા હતા, જેથી તેઓએ કોઈ ઈજા પહોંચી ન હતી.
