Not Set/ વિહિપ દ્વારા ગુજરાતમાં 23 સ્થળોએ ધર્મસભાનું આયોજન, અમદાવાદમાં 9 ડિસેમ્બરે યોજાશે ધર્મસભા

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભા યોજશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, રાજકોટ, સોમનાથ, સુરત, ગોધરા, દાહોદ, ભરુચ, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર, […]

Top Stories Ahmedabad Gujarat

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે.

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભા યોજશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, રાજકોટ, સોમનાથ, સુરત, ગોધરા, દાહોદ, ભરુચ, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર, ડીસા, વાપી, સુરત ગ્રામ્ય, ભુજ, પાટણ, છોટા ઉદેપુરમાં સભા યોજાશે. મળતી માહિતી મુજબ પહેલી ધર્મસભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે. અમદાવાદમાં ધર્મસભા આયોજન 9 ડિસેમ્બરે થવાનું છે.

જણાવી દઈએ કે, આજે અયોધ્યા ખાતે ધર્મસભા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો રામભક્તોએ ભાગ લીધો છે. ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાયે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમારી ધીરજની કસોટી ન કરવામાં આવે. અમને પૂરેપૂરી જમીન જોઈએ.