ઈરાક સાથે આવેલી સીમા પર રવિવારે રાત્રે આવેલા ભૂકંપના તેજ ઝાટકાઓથી ઈરાન ધ્રૂજી ઉઠ્યું છે. આ ભૂકંપના કારણે ૧૭૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અમેરિકાની જિયોલોજીકલ સર્વેક્ષણ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા ૬.૩ નોંધવામાં આવી હતી. બીજી બાજુ આ ભૂકંપના કારણે ઘણું નુકસાન થયું હોવાનું ભીતિ છે.

આ ભૂકંપનું કેન્દ્ર ઇરાનના કેર્માન્શહ પ્રાંત સ્થિત ઈલ્લામ શહેરમાં ઉત્તર-પશ્ચિમે ૧૧૪ કિમી દૂર અને ૬૫ કિમીની ઉંડાઈ પર હતું.
આ ભૂકંપની અસર થોડા સમય બાદ ઈરાકની રાજધાની બગદાદમાં પણ અનુભવાયી હતી.
A 6.3 magnitude earthquake on the Iran-Iraq border forces people to flee their homes in the Kurdistan Region's Garmiyan region. Some report the tremor was felt in the capital Erbil. #TwitterKurds pic.twitter.com/ueVNL0D505
— Karzan Sulaivany (@KarzanSulaivany) November 25, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે સાત ઈરાનના સાત શહેરમાં આ ભૂકંપની અસર અનુભવાયી હતી. ભૂકંપની જાણ થતા રાહત દળે તેમની કામગીરી શરુ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત વર્ષે નવેમ્બર, ૨૦૧૭માં આવેલા ભૂકંપમાં પણ ૬૦૦થી વધારે લોકો મોતને ભેટ્યા હતા.

એક પ્રેસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ઈરાન એ ભૂંકપ માટેની મુખ્ય ભૌમિતિક ખામીઓ પર સ્થિત છે અને ત્યાં દરરોજ સરેરાશ ભૂકંપ અનુભવાય છે.
