નવી દિલ્હી,
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ ગજગ્રાહ ચાલી રહ્યો છે, ત્યારે આ વચ્ચે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ સંસદીય સમિતિ સામે રજૂ થયા હતા.
મળતી માહિતી મુજબ, આ બેઠક દરમિયાન તેઓએ સમિતિ સામે નોટબંધી, બેન્કોના NPA સહિતના અલગ અલગ મુદ્દાઓ પર પોતાનો પક્ષ રાખ્યો હતો.

જો કે આ સમિતિ દ્વારા ઉર્જિત પટેલને આરબીઆઈ અને સરકાર વચ્ચે ચાલી રહેલા અલગ અલગ મુદ્દાઓ અંગે આગામી ૧૦ દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.
આ દરમિયાન તેઓએ દાવો કર્યો છે કે, “નોટબંધીના નિર્ણયની અસર મહ્દઅંશે દેશની અર્થવ્યવસ્થા પર થઇ છે”.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, RBIના ગવર્નર ૩૧ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી ઓફ ફાઇનાન્સ સામે રજૂ થયા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ગ્લોબલ સ્તર પર સસ્તું ક્રુડ ઓઈલ ભારતની અર્થવ્યવસ્થા સામે મહત્વનું છે અને તેનાથી ફાયદો થશે”.
આ બેઠક દરમિયાન સંસદીય સમિતિના સભ્યો દ્વારા RBIની સ્વાયત્તતા, કેન્દ્ર સરકારે કરેલા RBI એક્ટના સેક્સન ૭નો ઉપયોગ અને RBIના રિઝર્વ ખજાના પર સવાલો ઉઠાવ્યા હતા અને ૧૦ દિવસમાં ઉર્જિત પટેલને જવાબ આપવા માટે કહ્યું છે.
