Not Set/ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળશે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી

મુંબઇ, બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીના ચાહકો માટે એક સારા સમાચાર છે. જી હા, સમાચાર છે કે ફિલ્મમેકર આનંદ એલ. રોયની આગલી ફિલ્મ ‘ઝીરો’ માં ફેન્સ તેમની ચહીતી એક્ક્ટ્રેસ શ્રીદેવીની ઝલક પણ જોઈ શકશે, જેમાં શાહરુખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં છે. ‘ઝીરો’ મૂવી ચોક્કસપણે આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીના ચાહકો માટે એક સારા સમાચાર છે. જી હા, સમાચાર છે કે ફિલ્મમેકર આનંદ એલ. રોયની આગલી ફિલ્મ ‘ઝીરો’ માં ફેન્સ તેમની ચહીતી એક્ક્ટ્રેસ શ્રીદેવીની ઝલક પણ જોઈ શકશે, જેમાં શાહરુખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં છે.

‘ઝીરો’ મૂવી ચોક્કસપણે આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં શ્રીદેવીની સ્પેશિયલ અપીયરેંસ હશે અને તેથી તે ખૂબ જ ખાસ બનવાની છે આ મૂવી. વાસ્તવમાં, આ ફિલ્મ માટે, શ્રીદેવીએ કરિશ્મા કપૂર, કાજોલ, રાની મુખર્જી અને આલિયા ભટ્ટ સાથે ખાસ સોંગનું શૂટિંગ કર્યું છે, જેને ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે.

આપને યાદ કરાવી દઈએ કે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં બોલિવૂડની આઈકોનિક એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થયું હતું. ‘ઝીરો’ માટે તમનું છેલ્લું શુટિંગને ફિલ્મી પડદા પર જોવાનું ચાહકો માટે અત્યંત સ્પેશિયલ હશે.

https://www.instagram.com/p/BZvreUcngo9/?utm_source=ig_embed

સાંભળવા મળ્યું છે કે શાહરૂખ આ સોંગને તેમની આ આવનારી ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટની જેમ શામિલ કરવા માંગે છે. સુપરસ્ટાર આ સોંગને ફિલ્મ રિલીઝ પહેલા લોન્ચ કરવાના મૂડમાં નથી. કેમકે ચાહકો આ સ્પેશિયલ સોંગ સિનેમાઘરોમાં આવીને જોઈ શકે.

આપને જણાવી દઈએ કે શ્રીદેવીએ આ સોંગનું શુટિંગ ગયા વર્ષે ઓક્ટોબરમાં કર્યું હતું. કરિશ્મા કપૂર ઘણા સમય પહેલા સેટનો ફોટો પણ શેર કરી ચુકી છે. જેમાં શાહરૂખ સાથે કરિશ્મા, શ્રીદેવી અને આલિયા ભટ્ટ પમ નજરે પડી રહી છે.

જણાવીએ કે ફિલ્મ ‘ઝીરો’નું પહેલું સોંગ ‘મેરા નામ તૂ’ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ મુવી આ વર્ષે 21 ડીસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.