Not Set/ 10 દિવસથી ગ્રામજનોએ શાળાને કરી છે તાળાબંધી, અંધકારમાં વિધાર્થીઓનું ભાવી, શિક્ષણમંત્રીના પૂતળાનું કરાયું દહન

જામનગર, જામનગરના લાલપુર નાંદુરી તાલુકા શાળામાં વારંવાર ગ્રામજનોની માંગણી છતાં તંત્ર દ્રારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. શાળામાં પોણા બસો બાળકો વચ્ચે માત્ર બે શિક્ષકોથી બાળકોનો અભ્યાસક્રમ પૂર્ણ થતાં નથી. જેના કારણે છેલ્લા કેટલાય સમયથી વધુ શિક્ષકોની માંગણી છે. તંત્રની આ નિતીથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે. છેલ્લા […]

Gujarat Others

જામનગર,

જામનગરના લાલપુર નાંદુરી તાલુકા શાળામાં વારંવાર ગ્રામજનોની માંગણી છતાં તંત્ર દ્રારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. શાળામાં પોણા બસો બાળકો વચ્ચે માત્ર બે શિક્ષકોથી બાળકોનો અભ્યાસક્રમ પૂર્ણ થતાં નથી.

જેના કારણે છેલ્લા કેટલાય સમયથી વધુ શિક્ષકોની માંગણી છે. તંત્રની આ નિતીથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે.

છેલ્લા 10 દિવસથી ગ્રામજનો એ શાળાને તાળાબંધી કરી છે વિધાર્થીઓનું ભાવી અંધકારમાં ધકેલાઇ રહયું છે. શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા શિક્ષકોની નિમણુંકને લઈને ગ્રામજનોને લોલીપોપ આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાને પણ ગામમાં આવવાની ગ્રામજનોએ મનાઈ ફરમાવી છે. જ્યા સુધી પૂરતા શિક્ષકો નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.