Not Set/ મરચાંના ઢગલાંમાં લાગી ભીષણ આગ, ફાયર ફાયટર અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર

ગોંડલ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વાર આગ લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં મરચા રાખવાના વિભાગમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં મરચાથી ભરેલી ગાંસડીઓ બળીને ખાખ થઈ હતી જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ખુલ્લામાં પડેલા મરચાના ઢગલામાં આગ લાગતા પવનના સંપર્કમાં આવતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખુલા પટમાં […]

Top Stories Gujarat Others

ગોંડલ,

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વાર આગ લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં મરચા રાખવાના વિભાગમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં મરચાથી ભરેલી ગાંસડીઓ બળીને ખાખ થઈ હતી જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

ખુલ્લામાં પડેલા મરચાના ઢગલામાં આગ લાગતા પવનના સંપર્કમાં આવતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ખુલા પટમાં પડેલા મરચાની ખાંસડીઓમાં આગ લાગવાથી આગના ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા.

અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 40થી વધુ ખેડૂતોનાં મરચા આગની લપેટમાં આવી ગયા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. માર્કેટયાર્ડનાં પ્રમુખનાં જણાવ્યા પ્રમાણે ટ્રાન્સફૉર્મરમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. તો ખેડૂતોનું નુકસાન માર્કેટયાર્ડ ભરપાઇ કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે.