Not Set/ બેરોજગાર ગુજરાત : 12 હજાર સરકારી નોકરીઓ માટે આવી 38 લાખ અરજી

ગુજરાતમાં બેરોજગારી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અલગ-અલગ વિભાગોમાં 12 હજાર નોકરીઓ માટે લગભગ 38 લાખ નોકરી ઈચ્છુકોએ અરજી કરી છે. રાજ્ય કેબિનેટમાં વિભિન્ન વિભાગોમાં સબમિટ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ 37.7 લાખ અરજીઓ આવી છે. જેમાંથી તલાટીના 1800 પદ માટે 19 લાખ લોકોએ અરજી કરી છે. આ આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે અરજીની છેલ્લી તારીખ […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં બેરોજગારી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અલગ-અલગ વિભાગોમાં 12 હજાર નોકરીઓ માટે લગભગ 38 લાખ નોકરી ઈચ્છુકોએ અરજી કરી છે.

રાજ્ય કેબિનેટમાં વિભિન્ન વિભાગોમાં સબમિટ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ 37.7 લાખ અરજીઓ આવી છે. જેમાંથી તલાટીના 1800 પદ માટે 19 લાખ લોકોએ અરજી કરી છે. આ આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે અરજીની છેલ્લી તારીખ હજુ સમાપ્ત નથી થઇ.

આંકડાઓ મુજબ, રાજ્યમાં પંચાયતી તલાટી ડ્રિમ જોબનું રૂપ લઇ ચુકી છે. તલાટીના એક પદ માટે 1055 લોકોની અરજીઓ મળી છે. વળી ફોરેસ્ટ બીટ ગાર્ડના 334 પદો માટે કુલ 4,84,000 લોકોએ અરજી કરી છે. જેનો મતલબ થાય છે કે, એક પદ માટે લગભગ 1449 લોકો સ્પર્ધામાં છે.

આ મામલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોઈ પણ રીતે આ આંકડાઓને ન્યાય આપી શકે તેમ નથી. બેરોજગારી એટલી હદે છે કે, યુવાઓ નાની-મોટી નોકરીઓ માટે પણ અરજી કરી રહ્યા છે.