Not Set/ બિલાસપુર પોલીસને ‘રાખી વિથ ખાખી’ કેમ્પેઈન માટે મળ્યો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ

છત્તીસગઢ રાજ્યમાં બિલાસપુર પોલીસનાં નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ  ‘રાખી વિથ ખાખી’ કેમ્પેઈન માટે આપવામાં આવ્યો છે. આ કેમ્પેઈન હેઠળ 10 કલાકની અંદર 50,૦૩૩ પોલીસને મહિલાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને એમની સાથે સેલ્ફી પણ લીધી હતી. સુપરીન્ટેન્ડન્ટ પોલીસ આરીફ શેખની આગેવાનીમાં બિલાસપુર પોલીસને ‘રાખી વિથ ખાખી’ કેમ્પેઈનમાં 10 […]

Top Stories India

છત્તીસગઢ રાજ્યમાં બિલાસપુર પોલીસનાં નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ  ‘રાખી વિથ ખાખી’ કેમ્પેઈન માટે આપવામાં આવ્યો છે. આ કેમ્પેઈન હેઠળ 10 કલાકની અંદર 50,૦૩૩ પોલીસને મહિલાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને એમની સાથે સેલ્ફી પણ લીધી હતી.

Guinness Acknowledges Bilaspur Police’s ‘Rakhi With Khaki’ Initiative

સુપરીન્ટેન્ડન્ટ પોલીસ આરીફ શેખની આગેવાનીમાં બિલાસપુર પોલીસને ‘રાખી વિથ ખાખી’ કેમ્પેઈનમાં 10 કલાકમાં મહત્તમ સેલ્ફી લેવા માટેનો રેકોર્ડ મળ્યો છે. આ કેમ્પેઈન 25 ઓગસ્ટ,2018 ના થયો હતો જેમાં તમામ ઉમરની છોકરીઓએ કોન્સ્ટેબલ, ઓફિસરને રાખડી બાંધીને સેલ્ફી લીધી હતી. આ કેમ્પેઈન વિવિધ શાળા, કોલેજમાં યોજાયો હતો.

Guinness Acknowledges Bilaspur Police’s ‘Rakhi With Khaki’ Initiative

આરીફ શેખે જણાવ્યું હતું કે, આ કેમ્પેઈન પોલીસ દ્વારા શરુ કરવામાં આવ્યો હતો રક્ષાબંધનનાં પર્વને ખાસ બનાવા માટે. આ કેમ્પેઈનમાં તમામ ઉમરની મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને એ જ કારણ છે કે અમે આ રેકોર્ડ બનાવી શક્યા.