Not Set/ અમદાવાદ : રાજસ્થાનમાં ચૂંટણી બંદોબસ્ત પૂરો કરી પરત ફરતા હોમગાર્ડ જવાનોની દારૂના જથ્થા સાથે ધરપકડ

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી ધમધમાટ હજુ ખતમ જ થયો છે. ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતમાંથી જવાનોને ચૂંટણી બંદોબસ્ત માટે રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા. ચૂંટણી બંદોબસ્ત ખતમ કરી ગુજરાત પાછા ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરી રહેલા હોમગાર્ડના સાત […]

Top Stories Ahmedabad Gujarat

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી ધમધમાટ હજુ ખતમ જ થયો છે. ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતમાંથી જવાનોને ચૂંટણી બંદોબસ્ત માટે રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા.

ચૂંટણી બંદોબસ્ત ખતમ કરી ગુજરાત પાછા ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોને ઝડપી પાડ્યા હતા.

આ સાતેય જવાનો રાજસ્થાનમાં ચૂંટણી બંદોબસ્ત ખતમ કરી પરત આવી રહ્યા હતા, તેમજ દારૂનો જથ્થો લઈને આવી રહ્યા હતા. જણાવી દઈએ કે, હોમગાર્ડના જવાનો રાજસ્થાનથી સરકારી બસમાં પરત ફરી રહ્યા હતા.

દેશમાં છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. આ ચૂંટણીઓને લોકસભા 2019નો સેમી ફાઈનલ પણ માનવામાં આવી રહ્યો છે. તા. 11 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે.