Not Set/ બનાસકાંઠાની નર્મદા કેનાલમાં “ભ્રષ્ટાચારના” ગાબડા પડવાનો સિલસિલો યથાવત

બનાસકાંઠાની નર્મદા કેનાલમાં તંત્રએ એટલા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે કે હજુ સુધી ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. વાવની રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું છે. 10 ફૂટ જેટલું આ ગાબડું પડતાં પાણીનો મોટા પાયે બગાડ થયો છે. સાથે આ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા છે. જેથી જીરાને પાકને નુકસાન થાય તેવી ભિતી દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે […]

Top Stories Gujarat Others

બનાસકાંઠાની નર્મદા કેનાલમાં તંત્રએ એટલા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે કે હજુ સુધી ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. વાવની રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું છે.

10 ફૂટ જેટલું આ ગાબડું પડતાં પાણીનો મોટા પાયે બગાડ થયો છે. સાથે આ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા છે. જેથી જીરાને પાકને નુકસાન થાય તેવી ભિતી દેખાઇ રહી છે.

mantavyanews.com

ઉલ્લેખનીય છે કે હલકી ગુણવતાવાળું મટીરીયલ વાપરવાને કારણે અવારનવાર ગાબડા પડતાં રહે છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની તપાસ કરાવવામાં આવતી નથી.

જેથી ખેડૂતોએ સરકાર પર અનેક સવાલો ઉભા કર્યા છે. મહત્વનું છે કે જો સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તો નર્મદા વિભાગ તેમજ કોન્ટ્રાકટરોની પોલ ખુલી શકે છે.