ઘણાં સમય સુધી રાહ જોયા બાદ આખરે મારવેલ કોમિક્સ સુપરહીરો ટીમ એવેન્જર્સ સીરીઝની અમેરિકન સુપરહીરો પર આધારિત ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની જાહેરાત 2014 માં એવેન્જર્સ : ઇન્ફીનિટી વોર પાર્ટ 2 તરીકે થઇ હતી. મારવેલ સિનેમેટિક યુનિવર્સની આ 22 મી ફિલ્મ છે.
આ ફિલ્મનું ટ્રેલર જેવું ઈન્ટરનેટ પર આવ્યું કે તરત જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. ચાહકોએ આ ટ્રેલરને વધાવી લીધું. આ ટ્રેલરને જોઇને લોકો ખુબ જ ઉત્સાહમાં હતા. એવેન્જર્સનાં ચાહકોએ આ ટ્રેલરને એટલો પ્રેમ આપ્યો કે આ ટ્રેલરે અત્યાર સુધીના બધાં રેકોર્ડ તોડી નાખ્યા છે.
એવેન્જર્સ: એન્ડગેમ મુવીનું ટ્રેલર એમનાં બધાં મુવી કરતાં 24 કલાકમાં 289 મિલિયન વ્યુ મેળવનારું પહેલું મુવી બની ગયું છે. મારવેલ સ્ટુડીયોનું આ મુવી ટ્રેલર એમનાં બધાં મુવી ટ્રેલર કરતાં સૌથી વધુ વાર જોવાયું છે માત્ર 24 કલાકમાં. એવેન્જર્સ : ઇન્ફીનિટી વોર ટ્રેલરનાં પહેલાં 24 કલાકમાં 230 મિલિયન વ્યુ મળ્યાં હતા. જયારે એવેન્જર્સ: એન્ડગેમનું ટ્રેલરને 50 મિલિયન વ્યુ વધુ મળ્યાં હતા.
આ વાતને લઈને મારવેલ સ્ટુડીયોએ એમનાં ચાહકોનો આભાર માનતા ટ્વીટ કર્યું હતું.
To the greatest fans in the world, thank you for being there from the beginning until the endgame and making this the most viewed trailer in history with 289M views in 24 hours! pic.twitter.com/oWBDCe4e0m
— Marvel Studios (@MarvelStudios) December 8, 2018
