ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મધ્યપ્રદેશની ચુંટણીનું અંતિમ પરિણામ આવી ગયું છે. કોંગ્રેસ પાર્ટી 114 સીટ પર વિજેતા છે છે.
કુલ 230 સીટ પરથી લડાઈ હતી વિધાનસભાની ચુંટણી .
કોંગ્રેસ – 114
બીજેપી – 109
બીએસપી – 2
એસપી – 1
અન્ય – 4
15 વર્ષથી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. બીજેપીનાં શિવરાજ સિંહ ચૌહાણ એમપીનાં મુખ્યમંત્રી છે. શિવરાજ સિંહ ચૌહાણ બુધની વિસ્તારમાંથી ચુંટણી લડ્યા હતા અને કોંગ્રેસનાં અરુણ યાદવને 58,999 વોટનાં માર્જીન સાથે હરાવી ચુંટણી જીતી ગયાં છે.
Shashank Bhargava,Congress after winning #MadhyaPradeshElections2018 from Vidisha: For 46 yrs,BJP cheated ppl of Vidisha&took votes by influencing them emotionally, but they(BJP) didn’t do any work. I thank ppl of Vidisha for defeating&sending back PM Modi like politician as well pic.twitter.com/BgTmziaY53
— ANI (@ANI) December 11, 2018
46 વર્ષથી વિદિશા વિસ્તારમાં બીજેપી દાવેદાર ચુંટણી જીતતા હતા. પરંતુ આ વર્ષે સમીકરણ બદલાયા છે અને 46 વર્ષ બાદ વિદિશામાં કોંગ્રેસનાં ઉમેદવાર શશાંક ભાર્ગવ જીત્યા છે.
ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસનાં એમપીનાં અગ્રણી નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કમલ નાથ, જ્યોતિરાદિત્ય અને દિગ્વિજયસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે, એમણે ગવર્નરને આમંત્રણ આપતો પત્ર લખ્યો છે જેથી અમારી મેજોરિટી સાબિત કરી શકાય.
કમલ નાથે જણાવ્યું કે, ‘મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ મેજોરિટી સાથે ચુંટણી જીતી ગઈ છે.
Congress party seeks an appointment late tonight with the Governor to stake their claims to form the govt in Madhya Pradesh. The party has sought appointment by sending an email and a fax too. #MadhyaPradeshElections pic.twitter.com/QEBb5qotuA
— ANI (@ANI) December 11, 2018
કોંગ્રેસ સરકારે ગવર્નર આનંદીબેન પટેલને અપોઈન્ટમેન્ટ લેવા માટે ઈમેલ અને ફેક્સ કર્યો હતો. જેમાં એમણે મધ્યપ્રદેશમાં કોંગ્રસની સરકાર બનાવવા માટે દાવેદારી કરી હતી.
જવાબમાં ગવર્નર ઓફિસ દ્વારા જવાબ અપાયો હતો કે, અપોઈન્ટમેન્ટ ઈલેકશન કમિશન દ્વારા સમગ્ર પરિસ્થિતિ ક્લિઅર કરાયા બાદ જ આપવામાં આવશે.
