Not Set/ #HockeyWorldCup : નેધરલેંડ સામેની હાર સાથે જ ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું રહ્યું અધૂરું

ભુવનેશ્વર, ઓરિસ્સામાં રમાઈ રહેલા હોકી વર્લ્ડકપમાં ભારતીય ટીમની હાર સાથે જ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું છે. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતની નેધરલેંડની ટીમ સામે ૧-૨થી હાર થઇ છે. આ સાથે જ ભારત આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે અને છેલ્લા ૪૩ વર્ષમાં પહેલીવાર વર્લ્ડકપમાં મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. […]

Trending Sports

ભુવનેશ્વર,

ઓરિસ્સામાં રમાઈ રહેલા હોકી વર્લ્ડકપમાં ભારતીય ટીમની હાર સાથે જ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું છે. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતની નેધરલેંડની ટીમ સામે ૧-૨થી હાર થઇ છે.

આ સાથે જ ભારત આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે અને છેલ્લા ૪૩ વર્ષમાં પહેલીવાર વર્લ્ડકપમાં મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.

ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પોતાની અપેક્ષાની અનુસાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ઈતિહાસ રચવાથી રહી ગઈ હતી.

ભારતીય ટીમ માટે પ્રથમ ગોલ ૧૨મી મિનિટમાં આકાશદીપ સિંહે કર્યો હતો, જયારે નેધરલેંડના ખેલાડી થિયરે બ્રિંકમેને ૧૫મી મિનિટમાં ગોલ કર્યો હતો અને ૧-૧થી બરાબરી કરી હતી.

જો કે ત્યારબાદ ત્રણવારની ચેમ્પિયન ટીમ નેધરલેંડને ભારતીય ટીમે ૫૦મી મિનિટ સુધી બરાબરી પર રોકી રાખી હતી, પરંતુ પછી વાન ડેર વીરડેન મિંકે પેનલ્ટી કોર્નર દ્વારા કરવામાં આવેલા ગોલ સાથે નેધરલેંડની ટીમે ભારત પ્રર ૨-૧ની લીડ મેળવી હતી.

નેધરલેંડે આ લીડ મેચના અંત સુધી જાળવી રાખી હતી અને શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ હવે તેઓનો સેમીફાઈનલમાં મુકાબલો ઈંગ્લેંડ સામે થશે.