પર્થ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની બીજી ટેસ્ટ પર્થ ખાતે રમાઈ રહી છે. બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય ટીમને બોલિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધીમાં ૭૭ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૩૨ રન બનાવ્યા છે. જો કે આ પર્થ ટેસ્ટમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ એક હાથે દિલધડક કેચ પકડ્યો છે, તે જોઇને મેદાનમાં ઉપસ્થિત તમામ દંગ રહી ગયા હતા અને કોહલીની પ્રશંસા કરવા માંડ્યા હતા.
A stunning grab from Virat Kohli shortly after the tea break!#AUSvIND | @bet365_aus pic.twitter.com/ZgV3i3ENiY
— cricket.com.au (@cricketcomau) December 14, 2018
હકીકતમાં પર્થમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ટી-બ્રેક બાદ ૫૫મી ઓવર ઝડપી બોલર ઇશાંત શર્મા કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા જ બોલે કાંગારું બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બ એક શોટ રમવા ગયો હતો. પરંતુ આ ઇશાંત શર્માનો આ બોલ શરીરની ખુબ નજીક આવી ગયો હતો અને કટ કરીને સ્લીપ ફિલ્ડરની ઉપરથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે સ્લીપમાં કેપ્ટન વિરાટ કોહલી ઉભા હતા અને છલાંગ લગાવીને એક હાથે જ આ કેચ પકડ્યો હતો.
જો કે ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે અને સાથે સાથે કોહલીના કેચની વખાણ પણ કરાઈ રહ્યા છે.
