મુંબઇ,
રણવીર સિંહ અને સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘સિમ્બા’ જલ્દી જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું સોંગ ‘આંખ મારે’ પહેલેથી જ ઓડિયન્સની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. આ દરમિયાન આ ફિલ્મનું નવું ગીત ‘તેરે બિન’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એક પછી એક ગીત રિલીઝ કર્યા પછી હવે ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જે જોઈને અનુમાન લગાવી શકાય કે આ ફિલ્મ એક મસાલા ફિલ્મ છે.
આ પોસ્ટરમાં રણવીર પોલીસના યુનિફોર્મમાં છે, હંમેશની જેમ અહીં પણ તેમો લૂક ખૂબ એનર્જેટિક અને એક્સપ્રેશન જોરદાર જોવા મળી રહ્યા છે. જણાવીએ કે આ ફિલ્મમાં રણવીર સિંહ સંગ્રામ ભાલેરાવ નામની એક પોલીસ ઇન્સપેક્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. રણવીર સિંહ આજકાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રણવીર સિંહ તાજેતરમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે અલગ અલગ ફિલ્મોમાં નિભાવી ગયેલ કિરદારોમાં જોવા મળી રહ્યો હતો.
🦁 #Simmba pic.twitter.com/qrwFT9BMCA
— Ranveer Singh (@RanveerOfficial) December 14, 2018
ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર સારા અલી ખાન આ ફિલ્મમાં રણવીરના અપોજિટ દેખાશે. ફિલ્મનું સોંગ ‘આંખ મારે’ રિલીઝ થયું હતું. જેમાં સારા અલી ખાનના ડાન્સ મૂવ્સ અને એક્સ્પ્રેશનની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ ગીતોને ઓડિયન્સે ખૂબ પસંદ કર્યું હતું. હવે આ ફિલ્મનું ગીત એક બીજું ગીત ‘તેરે બિન’ રિલીઝ થયું છે. આ ગીત પણ રીક્રિએટ કર્યું છે. ઓરિજનલ ગીતોને મરહુમ નુસરત ફતેહ અલી ખાન ને ગાયું હતું. આ વખતે આ ગીતને રાહત ફતેહ અલી ખાનને પોતાનો અવાજ આપ્યો છે.
કેહવામાં આવી રહ્યું છે કે આ સોંગમાં રણવીર સિંહ સાથે અજય દેવગન પણ નજરે પડશે. આ ગીતને ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરશે. ફિલ્મ 28 ડીસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે.
