મુંબઇ,
તાજેતરમાં સોશિઅલ મીડિયા પર વીડીયો શેર કરવામાં આવી રહ્યા હતા જેમાં મહાનાયક અમિતાભ બચ્ચન અને આમીર ખાન ઇશા અંબાણી-આંનંદ પિરામલના લગ્નમાં મહેમાનોને જમવાનું પરોસી રહ્યા હતા અને આ વીડીયો જોત-જોતામાં ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થવા લાગ્યા અને હવે બીજા કેટલાક ફોટો સામે આવી રહ્યા છે જેમાં એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, અભિષેક બચ્ચન અને શાહરૂખ ખાન પણ મહેમાનને જમવાનું પરોસીતા જોવા મળી રહ્યા છે.

ફોટામાં શાહરૂખ ખાન મહેમાનોને ભોજન પરોસતા તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. શાહરૂખ ખાન આ ફોટાઓમાં એકદમ છોકરીવાળા લાગી રહ્યા છે. આમ પણ શાહરુખને બોલિવુડમાં સૌથી સારી મહેમાનનવાઝ લોકોમાં ગણવામાં આવે છે. સોશિઅલ મીડિયા પર સબ્યસાચીની ડિઝાઇન કરેલી સાડીમાં એશ્વર્યા રાય બચ્ચન પણ મહેમાનોને મીઠાઈ આપતા દેખાય રહી છે. તેમની સાથે આરાધ્યાને પણ જોઈ શકાય છે.

આ બંને સિવાય ઇશાના લગ્નમાં અભિષેક બચ્ચન પણ મહેમાનોને ભોજન પરોસતા જોવા મળ્યા હતા. આ ફોટાઓ જોયા પછી એવું લાગે છે કે સંપૂર્ણ બોલિવૂડ પોતે ઇશા અંબાણીના લગ્નમાં છોકરીવાળા બની ગયા છે. આપને જાણવી દઈએ કે આ લગ્ન 12 ડીસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયામાં થયા હતા.

આ લગ્ન પહેલા ઉદયપુરમાં પ્રી-વેડિંગનું ફંક્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને પરિવારના લોકો જોડાયા હતા. પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ સિવાય બિયોન્સે પણ પરફોર્મ કરવા માટે તે ભારત આવ્યાં હતાં. શુક્રવારે ઇશા અને આનંદ પિરામલે તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી આપી હતી જેમાં દિયા મિર્જા, બમન ઇરાની, હેમા માલિની, જિતેન્દ્ર, એકતા કપૂર, કર્તિક આર્યન જેવા લગભગ બધા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Mr Amitabh Bachchan serving food at Ambani wedding. Seriously 🙄😶 pic.twitter.com/kCooleQfyo
— Gargi Rawat (@GargiRawat) December 14, 2018
