Not Set/ મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

મુંબઈ, એરલાઇન્સ કંપની ઇન્ડિગોની મુંબઈથી રાજધાની દિલ્હી થઈ લખનઉ જઈ રહેલી એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધમકી મળ્યા બાદ શનિવારે ફ્લાઈટની ઉડાન રદ્દ કરી દેવામાં આવી હતી. Indigo security has received a bomb threat call at Mumbai Airport for Mumbai-Delhi flight — ANI (@ANI) December 15, 2018 જો […]

Top Stories India Trending

મુંબઈ,

એરલાઇન્સ કંપની ઇન્ડિગોની મુંબઈથી રાજધાની દિલ્હી થઈ લખનઉ જઈ રહેલી એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધમકી મળ્યા બાદ શનિવારે ફ્લાઈટની ઉડાન રદ્દ કરી દેવામાં આવી હતી.

જો કે ત્યારબાદ બોમ્બ ધમકીનું આંકલન કરતી કમિટી (BTS) દ્વારા આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ત્યારબાદ વિમાનને એક ખાલી સ્થાન પર લઈ જવામાં આવ્યું હતું. જો કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલી તપાસ બાદ વિમાનને સુરક્ષિત ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઈટને સવારે ૬ વાગ્યે ૫ મિનિટે ઉડાન ભરવાની હતી. જો કે આ સમયે ઇન્ડિગો એર ફ્લાઈટ દ્વારા દિલ્હી જઈ રહેલી એક મહિલા યાત્રીએ એરલાઇન્સના ચેક-ઇન કાઉન્ટર પર ગઈ હતી અને ત્યાં જણાવ્યું હતું કે, આ ફ્લાઈટમાં બોમ્બ છે.

ત્યારબાદ આ મહિલા યાત્રીને CISFન સુરક્ષાકર્મીઓ પૂછતાછ માટે લઈ ગયા હતા, જેમાં સામે આવ્યું હતું કે, આ મહિલા યાત્રી માનસિક રૂપે અસ્વસ્થ હોવાનું માનવામાં આવ્યું હતું.