Not Set/ દિલ્લી એરપોર્ટ પર વિદેશી મહિલાના પેટમાંથી મળ્યું ૪ કરોડ રૂપિયાનું કોકેન

દિલ્લીના ઇન્દીરા ગાંધી એરપોર્ટ પર જમૈકાની એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાના પેટમાંથી ૯૦૦ ગ્રામ કોકેન મળ્યું છે. મહિલાની તપાસ કરતા તેના પેટમાં ૭૪ કેપ્સ્યુલ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. ૯૦૦ ગ્રામ કોકેનની કિંમત આશરે ૪ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એનસીબી દ્વારા બે નાઇજીરીયન યુવકની  પણ આ મામલે ધરપકડ કરી છે. જે […]

Top Stories India Trending

દિલ્લીના ઇન્દીરા ગાંધી એરપોર્ટ પર જમૈકાની એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાના પેટમાંથી ૯૦૦ ગ્રામ કોકેન મળ્યું છે.

મહિલાની તપાસ કરતા તેના પેટમાં ૭૪ કેપ્સ્યુલ મળ્યા હોવાનું બહાર આવ્યું છે.

૯૦૦ ગ્રામ કોકેનની કિંમત આશરે ૪ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એનસીબી દ્વારા બે નાઇજીરીયન યુવકની  પણ આ મામલે ધરપકડ કરી છે. જે કોકેન મળ્યું છે તે કોકેન બજારમાં સૌથી મોંઘી વેરાયટી હોવાનું બહાર આવ્યું છે.

મહિલાની પૂછપરછ કરતા તેને બે નાઇજીરીયન યુવકના નામ આપ્યા હતા કે જેને તે આ કોકેન આપવાની હતી.

પોલીસ હજુ પણ ભારતમાં જે લોકો બહારથી નશીલા પદાર્થોના સ્મગલિંગમાં શામેલ છે તેની શોધ કરી રહી છે.