Not Set/ રાજસ્થાન : મોબ લીન્ચિંગ બાદ હવે લવ જેહાદ પર ભડક્યું અલવર, પરિસ્થિતિ બની તનાવપૂર્ણ

અલવર, રાજસ્થાનના અલવરમાં પણ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી કથિત અકબર ખાનની હત્યાનો મામલો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારબાદ હવે આ વિસ્તારમાં લવ જેહાદની એક ઘટના સામે આવી છે તેને લઈ પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ છે. હકીકતમાં, આ મામલો લવ જેહાદને લઈને છે, જેમાં આરોપ છે કે, એક સમુદાય હિંદુ છોકરીને ભગાડીને લઇ ગયા હતા જેમાં […]

Top Stories India Trending

અલવર,

રાજસ્થાનના અલવરમાં પણ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી કથિત અકબર ખાનની હત્યાનો મામલો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારબાદ હવે આ વિસ્તારમાં લવ જેહાદની એક ઘટના સામે આવી છે તેને લઈ પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ છે.

હકીકતમાં, આ મામલો લવ જેહાદને લઈને છે, જેમાં આરોપ છે કે, એક સમુદાય હિંદુ છોકરીને ભગાડીને લઇ ગયા હતા જેમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વાતને લઈ જુગરાવર રુન્ધમાં હિંદુ મહાસભાની તરફથી એક મહાપંચાયત બોલાવાઈ હતી.

આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પ્રશાસનને બોલાવીને વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. જો કે ત્યારબાદ સ્થાનિક લોકોએ રોડ પાર ચક્કાજામ કરી દીધો હતો.

આ ચક્કાજામ ખોલાવવા માટે પોલીસ પહોંચી ત્યારે ગામના લોકોએ પોલીસ પાર પથ્થરમારો કરી લીધો હતો અને ત્યારબાદ સ્થાનિક પ્રશાસન દ્વારા પણ લાઠીચાર્જ કર્યો હતો.

આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકમાં આગ લગાવી દીધી હતી. જો કે અ પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બનતા વધારે સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરાઈ છે.