પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ હાલ ગર્ભવતી છે. પ્રિન્સ હેરી પોતાની પત્ની માટે વર્ષો જૂની પરંપરા તોડવા માટે તૈયાર થઇ ગયા છે. દર વર્ષે તેઓ બોક્સિંગ ડે પર તેઓ પોતાના ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે શિકાર પર જાય છે. પરંતુ આ વખતે તેઓ આ પરંપરા પ્રિન્સેસ મેગન માર્કલ માટે તોડી રહ્યા છે.

રોયલ પરિવારના સુત્રોના જણાવ્યા પ્રમાણે હેરી છેલ્લા ૨૦ વર્ષોથી રોયલ પરિવારના વાર્ષિક બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં ભાગ લેતા આવ્યા છે.

મેગન માર્કલ પશુ-પ્રેમી છે. પ્રિન્સ હેરીએ મેગન માર્કલ સાથે લગ્ન કર્યા બાદ પશુ-પક્ષીઓના શિકારથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

તમને જણાવી દઈએ કે મેગન માર્કલને ખૂન-ખરાબા વાળી રમત જરાય પસંદ નથી. તેઓ ચામડામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનો પણ ઉપયોગ નથી કરતા.

તેમના વોર્ડરોબમાં ફોક્સ લેધરના કપડા શામેલ છે. આ લેધર પ્રાણીઓની ચામડીની જગ્યાએ ખાસ પ્રકારના કાપડમાંથી તૈયાર કરવામાં આવે છે.

તો બીજી તરફ શિકાર પર નહી આવવા મામલે પ્રિન્સ વિલિયમને ઘણું દુઃખ થયું છે. તેમને લાગી રહ્યું છે કે મેગનના પ્યાર માટે રોયલ પરિવાર અને તેની પરંપરાથી તેમના ભાઈ દૂર જઈ રહ્યા છે .
