મુંબઇ,
રોહિત શેટ્ટીની ખાસિયત છે કે જ્યારે તેઓ પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય છે ત્યારે તેઓ આગામી ફિલ્મ સ્ટોરી પર કામ કરવા લાગે છે જેથી વધારે સમય બરબાદ ના થાય.
‘સિમ્બા’નું શૂટિંગ કરતા કરતા તેઓ તેમની આગામી ફિલ્મની યોજના બનાવી લીધી. બધા જાણે છે કે રોહિત હવે અક્ષય કુમારને લઈને ફિલ્મ બનાવા જઈ રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ એક એક્શન ફિલ્મ હશે. રોહિતનું માનવું છે કે અક્ષય એક એક્શન સ્ટાર છે અને તેઓને દર્શકો આ અવતારમાં જોવાનું પસંદ કરે છે.
આપને જણાવી દઈએ કે અક્ષય કુમારે લાંબા સમયથી કોઇઇ એક્શન ફિલ્મમાં કામ કર્યું નથી અને આ જ યોગ્ય સમય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક હીટ દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રિમેક હશે જેના વિશે હજુ સુધી વધારે કહેવામાં આવી રહ્યું નથી.

