Not Set/ ગણેશજીના ત્રણ મંત્રોનો જાપ કરવાથી જીવનમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

અમદાવાદ ગુરૂવારથી ભગવાન ગણેશ ચતુર્થીની શરૂઆત થઇ ગઇ છે. આદિવસથી લાખો કરોડો શ્રધ્ધાળુઓ ગણેશની સ્થાપના કરીને તેમની પુજા કરશે.આ ઉત્સવ માત્ર ગણેશ સ્થાપના અને ઉત્સવનો જ નથી. તેમાં જો યોગ્ય રીતે સાધના કરવામાં આવે તો અનેક લાભ મળી શકે છે. ગણેશજી રિદ્ધી સિદ્ધીના દેવ છે.ગણેશજીની આરાધના ઘરમાં સમૃધ્ધિ લાવે છે. ગણેશજીને  બુદ્ધિના દેવતા પણ કહે […]

Uncategorized

અમદાવાદ

ગુરૂવારથી ભગવાન ગણેશ ચતુર્થીની શરૂઆત થઇ ગઇ છે. આદિવસથી લાખો કરોડો શ્રધ્ધાળુઓ ગણેશની સ્થાપના કરીને તેમની પુજા કરશે.આ ઉત્સવ માત્ર ગણેશ સ્થાપના અને ઉત્સવનો જ નથી. તેમાં જો યોગ્ય રીતે સાધના કરવામાં આવે તો અનેક લાભ મળી શકે છે.

Image result for ganesh chaturthi

ગણેશજી રિદ્ધી સિદ્ધીના દેવ છે.ગણેશજીની આરાધના ઘરમાં સમૃધ્ધિ લાવે છે. ગણેશજીને  બુદ્ધિના દેવતા પણ કહે છે. જો ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી એમ દસ દિવસ સુધી સતત કેટલાક મંત્રોના જાપ કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી ધન-સંપત્તિ કમાઇ શકાય છે. આ મંત્રોના જાપથી ગણેશજી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં બેઠેલા બુધ ગ્રહની શુભ અસર મળે છે.

Related image

સૌથી સરળ મંત્ર

श्री गणेशाय नमः- આ ભગવાન ગણેશનો મુળ મંત્ર છે. આ જાપ કરવા માટે સૌથી સરળ મંત્રોમાંથી એક છે.આ જાપ કરવાથી ઘરમાં શાંતિ આવે છે એટલું જ નહી પરંતું ઘરમાં સમૃધ્ધી પણ આવે છે.

આ મંત્રથી પીડા દુર થાય છે.

ऊँ गं गणपतये नमः- આ ભગવાન ગણેશનો બીજ મંત્ર છે. તેમાં ગણેશનો બીજ મંત્ર ગં સામેલ છે.આ મંત્રના જાપથી પીડા દુર થાય છે.બિમારી પણ દુર થતી હોય છે.

વિઘ્નો દુર કરશે આ મંત્ર

ऊँ विघ्नेश्वराय नमः– આ ભગવાન શ્રીગણેશનો વિઘ્નોશ્વર મંત્ર છે. તેના જાપથી જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્રના રોજ ઓછામાં ઓછા 108 વખત જાપ કરશો તો જીવનમાંથી દુખ તો હટશે પરંતું શાંતિ પણ મળશે તે ચોક્કસ