જેતપૂર,
જેતપૂર નેશનલ હાઇવે પર 50 હજાર ચોરીની શાહી હજુ સુકાઇ નથી ત્યા ધોરાજીના ચકલા ચોકમાં પાનની દુકાનમાં 25 હજારની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી છે.

સ્થાનિક સુત્રો માંથી મળતી વિગતો મુજબ ચકલા ચોકમાં સના પાનની દુકાનમાં રાતના સમયે દુકાનનો પાછલા ભાગનો દરવાજો તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનના ગલ્લામાં મુકેલી 25 હજારની રકમ તફડાવી ફરાર થઇ ગયા હતા.

આ મામલે દુકાનદાર કાસમભાઇએ જણાવ્યુ હતુ કે તેઓને સવારે દુકાન ખોલતા સમયે ચોરી થયાની જાણ થતા પોલીસ ફરિયાદ કરી હતી.
