Rajkot News: રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો (Rajkot Rationing Shop)માં પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન દુકાનોમાં અનાજના જથ્થામાં વધઘટ સહિતની ક્ષતિઓ સામે આવતા પાંચ પરવાનેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ પાંચેય કેસમાં કુલ રૂ.8,20,158નો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના જેતપુર, વિંછીયા, કેરાળી, જામટીંબડી અને સોખડા ગામમાં પુરવઠા વિભાગની ટીમો દ્વારા સસ્તા અનાજની દુકાનો (Rajkot Rationing Shop)નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દુકાનોમાં નોંધાયેલા જથ્થા અને વાસ્તવિક ઉપલબ્ધ જથ્થા વચ્ચે તફાવત સહિતની ક્ષતિઓ મળી આવી હતી.
આ મામલે સંબંધિત પરવાનેદારો સામે કેસો નોંધાયા હતા અને કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ પાંચેય પરવાનેદારોને અલગ-અલગ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Rajkot Rationing Shop: કોને કેટલો દંડ?
પુરવઠા વિભાગની કાર્યવાહી હેઠળ સૌથી વધુ દંડ જામટીંબડીના પરવાનેદાર લક્ષ્મીબેન વારસંકીયાને રૂ.2,55,454 કરવામાં આવ્યો છે.
જ્યારે જેતપુર શહેરના પરવાનેદાર કિશોરભાઈ હેમનાણીને રૂ.2,29,986નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કેરાળી ગામના ગાંડુભાઈ ગુજરાતી, સોખડાના મીનાબેન બાલીયા અને વિંછીયાના જયંતી રાજપરા સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
| પરવાનેદાર | ગામ | તાલુકો | દંડ |
| લક્ષ્મીબેન વારસંકીયા | જામટીંબડી | ઉપલેટા | રૂ.2,55,454 |
| કિશોરભાઈ હેમનાણી | જેતપુર શહેર | જેતપુર | રૂ.2,29,986 |
| ગાંડુભાઈ ગુજરાતી | કેરાળી | જેતપુર | રૂ.1,53,282 |
| મીનાબેન બાલીયા | સોખડા | રાજકોટ તાલુકો | રૂ.1,30,804 |
| જયંતી રાજપરા | વિંછીયા | વિંછીયા | રૂ.50,632 |
આમ, પાંચેય કેસમાં મળીને રૂ.8 લાખથી વધુ એટલે કે કુલ રૂ.8,20,158નો દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો છે.
પુરવઠા વિભાગનું ચેકિંગ યથાવત
રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો (Rajkot Rationing Shop)માં જથ્થાની સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાની ચકાસણી માટે પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન નિયમોના ભંગ અથવા જથ્થામાં ગેરરીતિ સામે આવે ત્યારે સંબંધિત પરવાનેદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સસ્તા અનાજની દુકાનો (Rajkot Rationing Shop) મારફતે લાભાર્થીઓને મળતા અનાજના જથ્થામાં કોઈ ગેરરીતિ ન થાય અને વિતરણ વ્યવસ્થા નિયમસર ચાલે તે માટે આવી તપાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા કાર્ડધારકો માટે E-KYC ફરજિયાત, કુંવરજી બાવળીયાએ કરી સ્પષ્ટ વાત
આ પણ વાંચો:ખેડાના કપડવેજમાં સસ્તા અનાજની દુકાનોની હડતાળ
આ પણ વાંચો:સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની 540 દુકાનો સજ્જડ બંધ…..!
