Gujarat News : સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવતા કાર્ડધારકોએ ફરજિયાત E-KYC કરાવવું પડશે. કાર્ડધારકોએ E-KYC કરવું ફરજિયાત હોવાનું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. E-KYC નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે એમ તેમણે જણાવ્યું હતું.
આ સાથે E-KYC હોવા છતા સસ્તા અનાજની દુકાન પર અનાજનો પૂરતો જથ્થો ન હોવાને કારણે કાર્ડધારકોને અનાજ નથી મળતું તે પ્રકારની ફરિયાદ પર બોલતા તેમણે કહ્યું આવી કોઇ વાત નથી. તેમણે કહ્યું કે FCIના ગોડાઉનમાંથી નિગમના ગોડાઉનોમાં અને ત્યાંથી સસ્તા અનાજની દુકાનો પર જે પ્રમાણે માંગણી છે તે પ્રમાણેનું અનાજ 15 તારીખ સુધીમાં પહોંચી જાય તેવી સૂચના અપાયેલી છે, જેથી ગ્રાહકોને કોઇ તકલીફ ન પડે.
.આ ઉપરાંત સરકારી ગોડાઉનમાં અનાજનો વધારાનો જથ્થો રખાતો હોવાની વાત પર બોલતા તેમણે કહ્યું કે જ્યાં સુધી FCIના ગોડાઉનની વાત છે ત્યાં સુધી તે FCIવાળા જોતા હોય છે, નિગમના ગોડાઉનમાં આવો કોઇ વધારાનો જથ્થો ન રખાયો હોવાનું તેમણે કહ્યું.માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાન પર બોલતા તેમણે કહ્યું કે માવઠુ પુરુ થયા બાદ નુકસાનનો સર્વે કરાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના છે, અને ખેડૂતોને તેમની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો:વડોદરામાં પણ કરો ચંડોળા તળાવ જેવી કાર્યવાહી
