અમદાવાદ સિવિલમાં કેમ આવી ઘોર બેદરકારી સામે આવ્યા જ કરે છે, તે વણઉકેલ્યો સવાલ બનતો જાય છે. જ્યારે રાજ્યભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. અને જ્યારે વાત હોય અમદાવાદ શહેરની તો કોરોનાનો કહેર માજા વટાવી ચૂક્યો છે ત્યારે પણ જો મૃતદેહ સોંપવામાં આટલા મોટા વિલંબની ઘટના બને તો પછી કોરોના હોય કે અન્ય કોઇ રોગ કેમ ન ફેલાઇ તેજ સવાલ રહે.
ઘટનાની માંડીને વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું 8 દિવસ પહેલાં મોત નિપજ્યુ હતું. આ સંભવ છે કે, કોઇ એવો અસાધ્ય રોગ હોય ત્યારે મૃતદેહ સોંપવામાં થોડો વિલંબ થતો હોય છે. પરંતુ 8 દિવસ પહેલા મૃત્ય થયેલનો મૃતદેહ છેક હવે સોંપાયો તે તો આજની પરિસ્થિતિમાં બેદરકારી કરતા પણ કઇક વધારે ગણી શકવું લાઝમી છે.
મૃતદેહ કેમ મોત થયાનાં આઠ દિવસ બાદ સોંપાયો, મોત મામલે તંત્ર દ્વારા કેમ તાત્કાલિક પરિજનોને જાણ ન કરાઇ તેવા અનેક પ્રકારનાં ગંભીર સવાલો આ ઘટનાએ ચર્ચાતા કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મૃતદેહ રઝળવાની ઘટના બની હતી. દુ:ખદ વાત એ પણ કહી શકાય કે આવી ઘટનામાંથી કોઇ બોધપાઠ પણ લેવામાં આવ્યો નથી.
કેમ સિવિલમાં ચાલે છે આવું નઘોર તંત્ર ? કેમ પરિજનોને કિટ પહેરાવ્યા વિના સોંપાયો મૃતદેહ ? આટલી મોટી ભૂલ પાછળ જવાબદાર કોણ ? સિવિલમાં બેદરકારીની ફરિયાદનો અંત કયારે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
