Not Set/ ફી રીવીઝન કમીટીમાં ઉપપ્રમુખ રાજકોટના જતીન ભરાડ સહિત ચારેય ઝોનમાં આ સભ્યોની વરણી.

ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓના હિત માટે શૈક્ષણિક ફી નિયમન માટે તેમજ થઇ રહેલા બેફામ ફી વધારાને અંકુશમાં લેવા માટે રાજ્યમાં ફી નિર્ધારણ સમિતિ અસ્તિત્વમાં

Gujarat Rajkot
fee

ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓના હિત માટે શૈક્ષણિક ફી નિયમન માટે તેમજ થઇ રહેલા બેફામ ફી વધારાને અંકુશમાં લેવા માટે રાજ્યમાં ફી નિર્ધારણ સમિતિ અસ્તિત્વમાં આવી હતી.વાલીઓને ખાનગી શાળાઓમાં ફી અંગે કોઇ પણ ફરિયાદ હોય તો ફી નિર્ધારણ સમિતિમાં તેનો નિકાલ કરવામાં આવે છે. રાજ્યની ફી રીવીઝન સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ ફી નિર્ધારણ માં રાજ્યભરના ચારેય ઝોનમાંથી ફરિયાદોનો નિકાલ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Bengol Election / ઓવૈસીના કારણે બંગાળમાં બિહારવાળીનો ડર, ભાજપથી મોટો ચોર કોઇ ન…

ખાનગી સ્કૂલોની ફી રીવીઝન કાર્યરત ગુજરાતની ફી નિર્ધારણ કમીટીમાં સભ્ય તરીકે રાજકોટના શિક્ષણવિદ્ અને રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષપદે હાઇકોર્ટના નિવૃત જજ ધીરેન મહેતા અને ઉપાધ્યક્ષ તરીકે જસ્ટીસ બંકિમ મહેતાની વરણી કરવામાં આવી છે તેમજ રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરત મીઠાણીને પણ સભ્ય બનાવાયા છે. આ કમીટી ચારેય ઝોનમાંથી મળેલી ફી રીવીઝન અંગેની ફરીયાદોનો નિકાલ કરશે. નિમણુંક થયેલા પદાધિકારીઓનો કાર્યકાળ ત્રણ વર્ષ રહેશે.

Indian Army / જય હો….ભારતીય સેનામાં તૈનાત થશે વધુ 38 બ્રહ્મોસ મિસાઈલ…

રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ કાયદો અમલી બનાવાયા બાદ રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ઝોનમાં ઝોન કમિટી બનાવાઈ હતી અને આ ચારેય ઝોનલ સમિતિના કામકાજ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય કક્ષાની ફી રીવીઝન  કમિટી બનાવાઈ હતી. આજે આ કમિટીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણુંક કરાઈ. રાજકોટ માટે મહત્વની વાત છે કે કમિટીના બન્ને સભ્યો રાજકોટથી છે. આ નિમણુંક અંગે રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ કલ્પેશ ભટ્ટ દ્વારા રાજ્યપાલના આદેશથી વરણી અંગેનો ઠરાવ જાહેર કરાયો હતો.

RASHI / કેવી રહેશે આપની 16/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…